Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 વળી તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 મંદિરના બે ચોકમાં તેણે નક્ષત્રમંડળોની પૂજા માટે વેદીઓ બનાવી. તેણે પોતાના પુત્રનું દહનબલિ તરીકે અર્પણ ચડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવાના મંદિરનાં, બંને પ્રાંગણમાં આકાશમાંના બધાં નક્ષત્રો અને ગ્રહો માટે વેદીઓ બંધાવી.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:5
17 Iomraidhean Croise  

તેણે અંદરનો ચોક ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા એરેજકાષ્ટના મોભની એક હારનો બનાવ્યો.


યહોવાના મંદિરના ભીતરના આંગણા તથા મંદિરના પરસાળની જેમ મોટા આંગળાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર, તથા એરેજકાષ્ટના મોભની એક હાર હતી.


આહાઝની મેડી પરની ઓરડીના ધાબા પરની વેદીઓ જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી, ને જે વેદીઓ મનાશ્શાએ યહોવાના મંદિરનાં બે આંગણાંમાં બાંધી હતી, તેઓને રાજાએ તોડી પાડી, ને [તે] ત્યાંથી તોડી પાડીને તમનો ભૂકો કિદ્રોન નાળામાં ફેંકી દીધો.


રાજાએ મુખ્ય યાજક હિલ્કિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી, “જે સર્વ પાત્રો બાલને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો.” તેણે તેમને યરુશાલેમ બહાર કિદ્રોનનાં ખેતરમાં બાળી નાખ્યાં, ને તેમની રાખ તે બેથેલ લઈ ગયો.


અને યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને, તેમ જ બાલને માટે, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યાં.


તે અશેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોન નાળા પાસે લાવ્યો, ને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી, ને તેને કૂટીને ભૂકો કરીને તે ભૂકો સાધારણ લોકોની કબરો પર નાખ્યો.


તેણે અન્ય દેવોને તથા યહોવાના મંદિરમાંથી પેલી મૂર્તિને, તથા જે સર્વ વેદીઓ તેણે યહોવાના મંદિરના પર્વત પર તથા યરુશાલેમમાં બાંધી હતી, તે સર્વને કાઢીને નગર બહાર નાખી દીધી.


તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી.


તે ઉપરાંત તેણે યાજકોનો ચોક તથા મોટો ચોક બાંધ્યાં, ને તેમનાં કમાડો બનાવ્યાં, ને તે કમાડોને તેણે પિત્તળથી મઢ્યાં.


ત્યાર પછી તે મને દક્ષિણને દરવાજે થઈને અંદરના ચોકમાં લાવ્યો; તેણે દક્ષિણનો દરવાજો માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે હતું.


પછી તે મને અંદરના ચોકમાં પૂર્વ તરફ લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો. તે ઉપરના માપ પ્રમાણે થયો.


તેના ખાંભો બહારના ચોક તરફ હતા. તેના ખાંભો પર આ બાજુએ તથા પેલી બાજુએ ખજૂરીઓ કોતરેલી હતી. ત્યાં આઠ પગથિયાં ચઢીને જવાનું હતું.


તેણે ચોક માપ્યો, તે સો હાથ લાંબો, ને સો હાથ પહોળો હતો, એટલે તે સમચોરસ હતો; અને વેદી મંદિરને મોખરે હતી.


અંદરના ચોકના વીસ હાથની સામે તથા બહારના ચોકની ઓરસબંધીની સામે સામસામા ઝરૂખામાં ત્રણ માળ હતા.


પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.


તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકોની પાસે જતાં સમયે, તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકીને બીજાં વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવન થઈ ન જાય.


પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan