Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 યહૂદિયાના લોકોને મૂર્તિપૂજા તરફ પ્રેરીને તેમને પ્રભુ વિરુદ્ધ દુરાચરણમાં દોરી જવા ઉપરાંત મનાશ્શાએ કેટલાય નિર્દોષ માણસોનો સંહાર કર્યો, જેને લીધે યરુશાલેમની શેરીઓ લોહીથી તરબોળ થઈ ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી મનાશ્શાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે, યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત, તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 વળી મનાશ્શાએ યરૂશાલેમ લોહીથી છલોછલ ભરાઈ જાય એટલું બધું નિર્દોષોનું લોહી રેડયું હતું. ઉપરાંત, તેણે યહોવાની દૃષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી, યહૂદાવાસીઓને જે પાપ કરવા પ્રેર્યા તે તો જુદું.’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:16
26 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.


કેમ કે તેઓએ મારી ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે, ને તેઓના પિતૃઓ મિસરમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી તેઓ મને રોષ ચઢાવતા આવ્યા છે.’”


જે મૂર્તિપૂજકોને યહોવાએ ઇઝરાયલની આગળથી હાંકી કાઢ્યા હતા, તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.


અને અશેરાની કોતરેલી મૂર્તિ કરાવીને તેણે મંદિરમાં બેસાડી કે, જે મંદિર વિષે યહોવાએ દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું કે, “આ મંદિરમાં તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.


તોપણ નબાટના દીકરા યરોબામનાં પાપ કે જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું તેને તે વળગી રહ્યો. એમાંથી તે ખસ્યો નહિ.


મનાશ્શાએ યહૂદિયાને તથા યરુશાલેમના રહેવાસીઓને કુમાર્ગે ચઢાવીને જે પ્રજાઓની યહોવાએ ઇઝરાયલી લોકો આગળથી નાશ કર્યો હતો તેઓના કરતાં પણ તેમની પાસે વધારે દુષ્ટતા કરાવી.


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


છ વાનાં યહોવા ધિક્કારે છે; હા, સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:


એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


તેઓએ મારો ત્યાગ કર્યો છે, આ સ્થળને ભ્રષ્ટ કર્યું છે, તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓએ જેઓને જાણ્યા નહોતા તે અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે, ને આ સ્થળને નિરપરાધીઓના રક્તથી ભર્યું છે.


વળી તારા વસ્ત્રોમાં નિર્દોષ ગરીબ માણસનું રક્ત મળી આવ્યું છે. તેઓ ખાતર પાડતા હતા ત્યારે તેઓ તને જડયા એમ તો નહિ, પણ આ બધા ઉપર તે [રક્ત] છે.


કેમ કે તેઓએ આ નગર બાંધ્યું ત્યારથી તે આજ સુધી તે મને કોપજનક તથા રોષજનક થઈ રહેલું છે!


જો પરદેશી, અનાથ તથા વિધવા પર તમે જુલમ ન કરો, ને આ ઠેકાણે નિર્દોષ રક્ત ન પાડો, ને અન્ય દેવોની પાછળ ચાલીને પોતાનું નુકસાન ન કરો;


“હે મનુષ્યપુત્ર, શું તું ન્યાય કરશે, શું તું ખૂની નગરનો ન્યાય કરશે? એમ હોય તો તેને તેનાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો જણાવ.


જે રક્ત તેં વહેવડાવ્યું છે તેથી તું દોષિત થયું છે, ને જે મૂર્તિઓ તેં બનાવી છે તેઓથી તું ભ્રષ્ટ થયું છે. અને તું તારો કાળ નજીક લાવ્યો છે, ને તારાં વરસોનો અંત આવી પહોચ્યો છે; માટે મેં તને સર્વ પ્રજાઓની નજરમાં મહેણારૂપ તથા સર્વ દેશોની આગળ હાંસીપાત્ર કર્યુ છે.


નેક પુરુષો તેમનો ન્યાય કરીને તેમને છિનાળોની તથા ખૂની સ્ત્રીઓની શિક્ષા ફરમાવશે; કેમ કે તેઓ છિનાળો છે ને તેઓના હાથમાં રકત છે.


ત્યારે તેમણે મને કહ્યું, “ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોની દુષ્ટતા અતિશય ભારે છે, ને દેશ ખૂનરેજીથી ને નગર અન્યાયથી ભરપૂર છે; કેમ કે તેઓ કહે છે, “યહોવાએ દેશને તજી દીધો છે, ને યહોવા દેશને જોતા નથી.


એ પ્રમાણે જે દેશમાં તમે રહો છો તે ભ્રષ્ટ થશે નહિ. કેમ કે લોહી એ તો દેશને ભ્રષ્ટ કરે છે. કેમ કે દેશમાં વહેવડાવેલા લોહીનું પ્રાયશ્ચિત્ત તે લોહી વહેવડાવનારના લોહી સિવાય થઈ શક્તું નથી.


ત્યારે મુખ્ય યાજકોએ તે પૈસા લઈને કહ્યું, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી.”


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરધી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ મેં કેટલીવાર તારાં છોકરાંને એકત્ર કરવાનું ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા, તેઓ ઘેટાંબકરાંનાં ચામડાં પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રિબાયેલાં તથા પીડાયેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan