Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 21:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 કેમ કે તેઓએ મારી ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું છે, ને તેઓના પિતૃઓ મિસરમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી તેઓ મને રોષ ચઢાવતા આવ્યા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 હું મારા લોકની એવી દશા કરીશ; કારણ, તેમના પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારથી આજ દિન સુધી ભયંકર દુરાચારથી તેમણે મને કોપાયમાન કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કેમ કે, તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે આ દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કારણ તેમના પિતૃઓએ મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી આજ સુધી મારી દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કરી તેમણે મારો રોષ વહોરી લીધો છે.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 21:15
20 Iomraidhean Croise  

મારા વારસાના બચી રહેલા ભાગને હું તજી દઈને તમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ. તેઓ તેઓના સર્વ શત્રુઓનો ભક્ષ તથા લૂટ થઈ પડશે.


વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


તોપણ તમે મારું સાંભળ્યું નહિ, પણ તમારા હાથની કૃતિઓથી મને રોષ ચઢાવીને તમે તમારું પોતાનું ભૂંડું કર્યું, ” એવું યહોવા કહે છે.


તેના શત્રુઓ અધિકારીઓ થઈ બેઠા છે, તેના વૈરીઓ મોજ ઉડાવે છે. કેમ કે યહોવાએ તેના ઘણા અપરાધોને લીધે તેને દુ:ખ દીધું છે; તેનાં બાળકોને શત્રુ [હાંકીને] બંદીવાસમાં લઈ ગયો છે.


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.


એ માટે ઇઝરાયલ લોકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તમે તમારા પૂર્વજોની જેમ પોતાને ભ્રષ્ટ કરો છો શું? અને વંઠેલ થઈ જઈને તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુકરણ કરો છો શું?


હે મનુષ્યપુત્ર, શું તું તેમનો ન્યાય કરશે, શું તું તેમનો ન્યાય કરશે? તેઓના પૂર્વજોના ધિક્કારપાત્ર કૃત્યો તેઓને જણાવ.


તેઓએ મિસરમાં વ્યભિચાર કર્યો; તેઓએ પોતાની યુવાવસ્થામાં વ્યભિચાર કર્યો. ત્યાં તેઓનાં સ્તન દાબવામાં આવ્યાં. ત્યાં તેઓની કુંવારી અવસ્થાની ડીંટડીઓ છોલાઈ.


હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


કેમ કે હું જાણું છું, કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો. અને પાછલા દિવસોમાં તમારા પર દુ:ખ આવી પડશે; કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેમને રોષ ચઢાવશો.”


અને મેં તમારા પાપને, એટલે જે વાછરડું તમે બનાવ્યું હતું તેને લઈને આગથી બાળ્યું, ને તેને ટીપીને ધૂળ જેવો તેનો બારીક ભૂકો કર્યો, ને મેં તે ભૂકો પર્વતમાંથી નીકળીને નીચાણ તરફ વહેતા વહેળિયામાં નાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan