Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેઓ પાર ઉતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું, “તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માંગ કે હું તારે માટે શું કરું.” એલિશાએ કહ્યું, “કૃપા કરીને તમારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ત્યાં એલિયાએ એલિશાને કહ્યું, “હું તારી પાસેથી ઊંચકાઈ જાઉં તે પહેલાં મારી પાસે તારી શી માગણી છે?” એલિશાએ જવાબ આપ્યો, “મને તમારો પ્રથમજનિત પુત્ર ગણીને તમારા આત્માના પરાક્રમનો બમણો હિસ્સો આપો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ નદી પાર ઊતર્યા પછી એમ થયું કે, એલિયાએ એલિશાને કહ્યું, “મને તારી પાસેથી લઈ લેવામાં આવે તે અગાઉ તું માગ કે હું તારે માટે શું કરું?” એલિશાએ કહ્યું, “કૃપા કરી તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જ્યારે તેઓ નદીની સામે પાર પહોંચી ગયા, ત્યારે એલિયાએ એલિશાને કહ્યું, “દેવ મને તારી પાસેથી લઈ લે તે પહેલાં હું તારે માંટે શું કરું? તારી શી ઇચ્છા છે?” એલિશાએ કહ્યું, “તમાંરી પાસે છે તેનાથી બમણી દૈવી શકિત મને આપો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:9
23 Iomraidhean Croise  

અને નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને અબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગાએ પ્રબોધક ઠરાવજે.


માટે તમારા લોકનો ન્યાય કરવા માટે મને તમારા સેવકને ડહાપણભર્યું હ્રદય આપો કે, જેથી ખરાખોટાનો ભેદ હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”


હે ઈશ્વર, ઇનસાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને આપો, અને રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.


યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે.


તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે.


હે આશા [રાખી રહેલા] બંદીવાનો, કિલ્લામાં પાછા આવો; આજે જ હું જાહેર કરું છું કે, હું તમને બમણો બદલો વાળી આપીશ.


અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો ન પડે.


અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે બોલ્યા, ને જે આત્મા મૂસા પર હતો તેમાંનો લઈને સિત્તેર વડીલો ઉપર મૂક્યો. અને એમ થયું કે, આત્મા તેઓના ઉપર રહ્યો ત્યાં સુધી તેઓએ પ્રબોધ કર્યો, પણ ત્યાર પછી તેઓએ એમ કર્યું નહિ.


તોપણ હું તમને સત્ય કહું છું. મારું જવું તમને લાભકારક છે; કેમ કે જો હું નહિ જાઉં, તો સંબોધક તમારી પાસે આવશે નહિ. પણ જો હું જાઉં, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ.


પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”


પછી તેઓએ તેઓના પર હાથ મૂક્યા, એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.


તો જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઝંખના રાખો. વળી એ સર્વ કરતાં ઉત્તમ માર્ગ હું તમને બતાવું છું.


પણ તેની સર્વ માલમિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જ્યેષ્ઠ તરીકે કબૂલ રાખે. કેમ કે તે તેના પુરુષત્વનું પ્રથમફળ છે. જયેષ્ઠ પુત્રનો હક તેનો જ છે.


અને નૂનનો દીકરો યહોશુઆ નથી ભરપૂર હતો, કેમ કે તેના પર મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. અને ઇઝરાયલી લોકોએ તેનું કહેવું માન્યું, ને જેમ યહોવાએ મૂસાને આ આપી હતી તેમ તેઓએ કર્યું.


જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.


Lean sinn:

Sanasan


Sanasan