Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી તે ત્યાંથી બેથેલ જવા નીકળ્યો, અને તે માર્ગે ચાલતો હતો તેવામાં નાના છોકરાએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું, “હે તાલવાળા, આગળ ચાલ; હે તાલવાળા, આગળ ચાલ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 એલિશા યરીખોથી બેથેલ ઉપડયો, તો રસ્તે જતાં નગરમાંથી છોકરાઓએ નીકળી આવી તેની મજાક ઉડાવી. તેમણે બૂમો પાડી, “ઓ ટાલિયા, ચાલ્યો જા! ઓ ટાલિયા, ચાલ્યો જા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 પછી એલિશા ત્યાંથી બેથેલ જવા નીકળ્યો. અને તે રસ્તે ચાલતો હતો તેવામાં નાનાં બાળકો નગરમાંથી બહાર આવીને તેની મશ્કરી કરીને કહેવા લાગ્યા, “હે, ટાલવાળા આગળ જા! ટાલવાળા આગળ જા!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ત્યાંથી તે બેથેલ જવા નીકળ્યો; અને તે રસ્તે થઈ જતો હતો એવામાં શહેરમાંથી કેટલાંક નાનાં બાળકો આવીને તેમની ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યાં, તેઓ બૂમ પાડવા લાગ્યાં, “હે, ટાલિયા, આગળ જા.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:23
34 Iomraidhean Croise  

અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો.


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


અને એલિયાએ એલિશાને કહ્યું, “કૃપા કરીને તું અહીં થોભ; કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે.” એલિશાએ કહ્યું, “જીવતા યહોવાના સમ તથા તમારા જીવના સમ કે, હું તમને છોડીશ નહિ.” એમ તેઓ બેથેલ ગયા.


એમ એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી નીરોગી થયેલાં છે.


પણ તેઓએ ઈશ્વરના સંદેશિયાઓને મશ્કરીમાં ઉડાવ્યાં. તેમનાં વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો, તેથી યહોવાએ પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચઢ્યો કે, કંઈ જ ઉપાય રહ્યો નહિ.


નાનાં છોકરાં પણ મને તુચ્છ ગણે છે; જો હું ઊઠું, તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે.


પણ હવે મારા કરતાં નાનાઓ, જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે.


હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.


જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.


પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું(તે) જાણતો નહિ; [એવી રીતે] તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહિ.


બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે કે, તેનું કામ શુદ્ધ અને સારું છે કે નહિ.


મૂર્ખાઈ બાળકના હ્રદયની સાથે જોડાયેલી છે; પણ શિક્ષાની સોટી તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.


બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં [ચાલવાનું] તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.


માટે તારા અંત:કરણમાંથી ખેદ દૂર કર, ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ; કેમ કે યુવાવસ્થા તથા ભરજુવાની વ્યર્થતા છે.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.


હે યહોવા, તમે મને ફોસલાવ્યો, ને હું ફસાઈ ગયો! મારા કરતાં તમે બળવાન છો, ને તમે મને જીત્યો છે; હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડયો છું, સર્વ મારી મશ્કરી કરે છે.


કેમ કે જ્યારે જ્યારે હું બોલું છું ત્યારે ત્યારે બૂમ પાડું છું; બલાત્કાર તથા લૂંટ, એવી બૂમ પાડું છું; કેમ કે યહોવાનું વચન [બોલ્યાને લીધે] આખો દિવસ મારી નિંદા તથા તિરસ્કાર થય છે.


મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”


તમારી અતિશય દુષ્ટતાને લીધે બેથેલ તમારા એવા જ હાલ કરશે; પ્રાત:કાળે ઇઝરાયલના રાજાનો નાશ થશે.


સમરુનના રહેવાસીઓ બેથ-આવેનના વાછરડાઓને લીધે ભયભીત થશે; કેમ કે તેના લોકો તથા તેના યાજકો જેઓ તેના દબદબાને લીધે તેને માટે આનંદ કરતા હતા, તેઓ તેને લીધે શોક કરશે, કેમ કે વાછરડો તેમાંથી લોપ થયો છે.


હે ઇઝરાયલ, જો કે તું છિનાળની જેમ વર્તે, તોપણ યહૂદિયાએ દોષિત ન થવું. તમારે ગિલ્ગાલ આવવું નહિ, ને તમારે બેથ-આવેન પર ચઢવું નહિ, તેમ જીવતા યહોવાના સમ પણ ખાવા નહિ.


અને જો કોઈ માણસના વાળ તેના માથેથી ખરી પડેલા હોય, તો તે ટાલિયો છે; તે શુદ્ધ છે.


કેમ કે જે દિવસે હું ઇઝરાયલને તેના ગુનાઓની શિક્ષા કરીશ, તે દિવસે હું બેથેલની વેદીઓને પણ શિક્ષા કરીશ, વેદીનાં શિંગો કપાઈ જશે, ને જમીન પર પડશે


“બેથેલ આવીને ગુના કરો; ગિલ્ગાલ [જઈને] ગુનાઓ વધારો; દર સવારે તમારાં બલિદાનો, ને ત્રણ ત્રણ દિવસે તમારા દશાંશો રજૂ કરો.


પણ બેથેલની શોધ ન કરો, ને ગિલ્ગાલમાં ન જાઓ, ને બેર-શેબા ન જાઓ; કેમ કે ગિલ્ગાલ નિશ્ચે ગુલામગીરીમાં જશે, ન બેથેલ નાશ પામશે.”


પણ હવે પછી કદી બેથેલમાં ભવિષ્ય ભાખતો નહિ; કેમ કે એ તો રાજાનું પવિત્રસ્થાન છે, ને એ રાજમંદિર છે.”


પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો, તેમ હમણાં પણ છે.


બીજા [કેટલાક] મશ્કરીઓથી કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનાંમાં નંખાઈને પરખાયા.


Lean sinn:

Sanasan


Sanasan