Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પ્રબોધકોના જે પુત્રો યરીખો આગળ તેની સામે ઊભેલા હતા, તેઓએ તેને જોયો, ત્યારે તેઓએ કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે.” તેઓ તેને મળવા આવ્યા, ને તેની આગળ જમીન સુધી નમીને તેઓએ પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 યરીખોમાંથી આવેલા પચાસ સંદેશવાહકો તેને જોઈને બોલ્યા, “એલિશા પર એલિયાનો આત્મા ઊતર્યો છે!” તેઓ તેને મળવા આવ્યા અને ભૂમિ પર શિર નમાવીને તેને પ્રણામ કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જયારે યરીખોના પ્રબોધકોના દીકરાઓ તેની સામે ઊભેલા હતા તેઓએ તેને જોયો અને કહ્યું, “એલિયાનો આત્મા એલિશા પર ઊતરેલો છે!” માટે તેઓ તેને મળવા આવ્યા અને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:15
21 Iomraidhean Croise  

અને નિમ્શીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને અબેલ-મહોલાવાસી શાફાટના દીકરા એલિશાનો અભિષેક કરીને તેને તારી જગાએ પ્રબોધક ઠરાવજે.


અને પ્રબોધકોના પુત્રોમાંના એક માણસે યહોવાના વચનથી પોતાના સાથીને કહ્યું, “કૃપા કરીને મને માર.” અને તે માણસે એને મારવાની ના પાડી.


તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે તેમ આ નગરનું સ્થળ તો મનોરંજક છે, પણ પાણી ખરાબ છે, ને દેશના ફળ [કાચાં ને કાચાં] ખરી પડે છે.”


અને પ્રબોધકોના પુત્રોમાંના પચાસ માણસો આવીને તેમની સામે દૂર ઊભા રહ્યા. અને એ બે યર્દનને તીરે ઊભા રહ્યા.


પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને એલિશાને પગે પડી, ને તે પોતાના દીકરાને ઊંચકી લઈને બહાર ગઈ.


ગેહઝીએ કહ્યું, “સર્વ ક્ષેમકુશળ છે. મારા શેઠે મને મોકલીને કહાવ્યું છે, ‘જો, હમણાં જ એફ્રાઈમના પહાડી મુલકમાંથી પ્રબોધકોના પુત્રોમાંના બે જુવાન મારી પાસે આવ્યા છે. કૃપા કરીને તેમને માટે એક તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર આપો.’”


એલિશા પ્રબોધકે પ્રબોધકોના પુત્રોમાંના એકને બોલાવીને તેને કહ્યું, “તારી કમર બાંધ, ને તારા હાથમાં આ તેલની સીસી લઈને રામોથ-ગિલ્યાદ જા.


યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.


વળી યહોવા કહે છે, “તેમની સાથે મારો કરાર તો આ છે: મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂકયાં છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતાં રહેનાર નથી, ” એમ યહોવા કહે છે.


ત્યારે આમોસે અમાસ્યાને ઉત્તર આપ્યો, “હું પ્રબોધક નહોતો, તેમ હું પ્રબોધકનો દીકરો પણ નહોતો, તેમ હું તો ગોવાળિયો તથા ગુલ્લરવૃક્ષોનો સોરનાર હતો.


અને તારો કેટલોક અધિકાર તું તેને આપ કે, ઇઝરાયલની સર્વ પ્રજા તેની આજ્ઞા માને.


પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”


અને તેમણે મને કહ્યું છે, “તારે માટે મારી કૃપા બસ છે; કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે.” ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે, એ માટે ઊલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે હું તને ઇઝરાયલની નજરમાં મોટો મનાવવા લાગીશ, એ માટે કે તેઓ જાણે કે જેમ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું મૂસાની સાથે રહ્યો હતો તેમ તારી સાથે પણ હું રહીશ.


તે દિવસે યહોવાએ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજર આગળ મોટો મનાવ્યો. અને તેઓ જેમ મૂસાની તેમ તેના આયુષ્યના સર્વ દિવસભર તેની બીક રાખતા હતા.


જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.


ત્યાર પછી ઈશ્વરનો પર્વત જ્યાં પલિસ્તીઓનું થાણું છે, ત્યાં તું આવશે; અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે ત્યારે આગળ સિતાર, ડફ, વાંસણી ને વીણા વગાડનારા સહિત, પ્રબોધકોની એક મંડળી, ઉચ્ચસ્થાનેથી ઊતરતી તેની સામી મળશે, અને તેઓ પ્રબોધ કરતા માલૂમ પડશે.


Lean sinn:

Sanasan


Sanasan