Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા એલિયાને વંટોળિયા દ્વારા આકાશમાં લઈ લેવાના હતા તે અરસામાં એમ થયું કે એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એલિયાને વંટોળિયા મારફત આકાશમાં ઊંચકી લેવાનો પ્રભુનો સમય આવી પહોંચ્યો. એલિયા અને એલિશા ગિલ્ગાલથી ઉપડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઈશ્વર વંટોળિયા દ્વારા એલિયાને આકાશમાં લઈ લેવાના હતા ત્યારે એમ થયું કે, એલિયા એલિશાને લઈને ગિલ્ગાલથી ચાલી નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જયારે યહોવા માંટે એલિયાને વંટોળિયા માંરફતે આકાશમાં લઈ લેવાનો સમય આવ્યો, ત્યારે એલિયા અને એલિશા ગિલ્ગાલથી આવી રહ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 2:1
15 Iomraidhean Croise  

અને હનોખ ઈશ્વરની સંઘાતે‍ ચાલ્યો, અને તે અલોપ થયો; કેમ કે ઈશ્વરે તેને લઈ લીધો.


અને હું તમારી પાસેથી જઈશ કે, તરત એમ બનશે કે યહોવાનો આત્મા હું ન જાણું ત્યાં તમને લઈ જશે. અને હું જઈને આહાબને ખબર આપું, ને તમે તેને ન મળો, તો તે મને મારી નાખે; પણ હું તમારો સેવક મારા નાનપણથી યહોવાથી બીતો આવ્યો છું.


યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા.


પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”


હવે અહાઝ્યાએ કરેલાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?


તેઓ વાત કરતા કરતા હજુ આગળ ચાલ્યા જતા હતા, એટલામાં એમ થયું કે, જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા [દેખાયા]. ને એ બધાએ તે બેને જુદા પાડી દીધા. અને એલિયા વંટોળીયામાં થઈને આકાશમાં ચઢી ગયો.


એલિશા ફરી ગિલ્ગાલ આવ્યો. તે વખતે દેશમાં મોંઘવારી હતી. પ્રબોધકોના પુત્રો તેની આગળ બેઠેલા હતા. અને તેણે પોતાના ચાકરને કહ્યું, “એક મોટું તપેલું સેરવાવાળું શાક રાંધ.”


ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયૂબને ઉત્તર આપતાં કહ્યું,


તેમને ઉપર લઈ લેવાવાના દિવસો પૂરા થવા આવ્યા, ત્યારે તેમણે યરુશાલેમ જવા માટે પોતાનું મોં [તે તરફ] દઢ રાખ્યું.


એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતાં તેમને ઉપર લઈ જવામાં આવ્યા; અને વાદળોએ તેઓની દષ્ટિથી તેમને ઢાંકી દીધા.


વિશ્વાસથી હનોંખને ઉપર લઈ લેવામાં આવ્યો કે, તે મરણ ન જુએ. તે જડ્યો નહિ, કેમ કે ઈશ્વરે તેને ઉપર લઈ લીધો હતો; તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલાં તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે ઈશ્વર તેના પર પ્રસન્‍ન હતા.


અને લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી નિકળી આવ્યા, અને યરીખોની પૂર્વ તરફની સીમા ઉપર ગિલ્ગાલમાં તેઓએ છાવણી કરી.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે. માટે જે જગાનું નામ ગિલ્ગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ.”


તેઓએ આકાશમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે, ‘તમે અહીં ઉપર ચઢી આવો.’ અને તેઓ મેઘારૂઢ થઈને આકાશમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને [ચઢતાં] જોયા.


Lean sinn:

Sanasan


Sanasan