Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 મેં કેવો પુરાતનકાળથી તેં [ઠરાવ] કર્યો છે, ને પ્રાચીનકાળથી તેં ઘાટ ઘડ્યો છે, એ શું તેં નથી સાંભળ્યું? હવે, કોટવાળા નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 “એ બધું મેં અગાઉથી નિર્માણ કર્યું છે એ તે સાંભળ્યું નથી? હવે મેં તેમ થવા પણ દીધું છે. કિલ્લેબંધી નગરોને પથ્થરોના ઢગલામાં ફેરવી દેવા મેં તને શક્તિ આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 મેં પુરાતન કાળથી તેની યોજના કરી હતી, પ્રાચીન કાળથી કામ કર્યું, એ શું તેં સાંભળ્યું નથી? મેં કોટવાળા નગરોને વેરાન કરીને, ખંડેરના ઢગલા કરવા માટે મેં તને ઊભો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું. પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે. મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:25
11 Iomraidhean Croise  

યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હ્રદયની ધારણા પેઢી દરપેઢી દઢ રહે છે.


ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


હે આકાશો, તમે ઉપરથી ટપકો, હે વાદળાંઓ, તમે ન્યાયીપણાની વૃષ્ટિ કરો; પૃથ્વી ઊઘડી જાય, ને તેમાંથી તારણ ઉદભવે, અને તેની સાથે તે ન્યાયીપણું ઉપજાવે; મેં યહોવાએ તે ઉત્પન્ન કર્યું છે.


લુહાર અંગારાનો અગ્નિ ફૂંકે છે, અને પોતાના કામને માટે ઓજાર ઘડે છે, તેને મેં ઉત્પન્ન કર્યો છે; તેમ વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે.


[એટલે પ્રભુ કહે છે] “તેથી હું સમરુનને ખેતરમાંના ઢગલા જેવું [તથા] દ્રાક્ષાવાડી રોપવાના [સ્થાન] જેવું કરીશ; અને હું તેના પથ્થરોને નીચાણમાં ગબડાવી દઈશ, ને હું તેના પાયા ઉઘાડા કરી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan