Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? કોની વિરુદ્ધ તેં તારો સાદ ઉઠાવ્યો છે, ને તારી આંખો ઊંચી કરી છે?’ ઇઝરાયલના પવિત્રની વિરુદ્ધ જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તું કોનું અપમાન કે મશ્કરી કરે છે તે તું જાણે છે? તેં મારું, એટલે ઇઝરાયલના પવિત્ર ઈશ્વરનું અપમાન કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેં કોની નિંદા કરી છે તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? તેં કોની સામે તારો અવાજ ઉઠાવ્યો છે? તેં કોની વિરુદ્ધ ઇઝરાયલના પવિત્રનો વિરુદ્ધ જ તારી ઘમંડભરી આંખો ઊંચી કરી છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 તમે કોની મજાક કરી છે? કોની ટીકા કરી છે? તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે? તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:22
22 Iomraidhean Croise  

કદાચ એમ બને કે રાબશાકેહ જેને એના ધણી આશૂરના રાજાએ જીવતા ઈશ્વરની નિંદા કરવા મોકલ્યો છે, તેના સર્વ વચન તમારા ઈશ્વર યહોવા સાંભળે, ને તમારા ઈશ્વર યહોવાએ જે વચન સાંભળ્યાં છે તેમને તે વખોડે; માટે બચી રહેલાઓને માટે તમે તમારી પ્રાર્થના કરો.”


યાશયાએ તેમને કહ્યું, “તમારા ધણીને તમે એવું કહેજો કે, યહોવા આમ કહે છે કે, ‘જે વચનો તેં સાંભળ્યાં છે. ને વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહિ.


સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ, હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] , વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.


તેઓ ઈશ્વર વિરુદ્ધ પોતાનું મોં ઊંચું રાખે છે, અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.


તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને માઠું લગાડ્યું.


ત્યારે ફારુને કહ્યું, “યહોવા કોણ છે કે, હું તેની વાણી માનીને ઇઝરાયલીઓને જવા દઉં, ”


શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?


એવી પણ પેઢી છે કે જેની આંખો કેટલી બધી ઊંચી ચઢેલી છે; અને તેનાં પોપચાં ઊંચાં કરેલાં છે.


કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.


શું કુહાડી તેને વાપરનાર પર સરસાઈ કરે? શું કરવત તેને વાપરનારની સામે બડાઈ કરે? જેમ છડી તેને ઝાલનારાને હલાવે, ને જે લાકડું નથી તેને [એટલે માણસને] સોટી ઉઠાવે તેમ એ છે!”


પ્રભુ યહોવા ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર કહે છે, “પાછા ફરવાથી ને શાંત રહેવાથી તમે તારણ પામશો; શાંત રહેવાથી તથા ભરોસો રાખવાથી તમને સામર્થ્ય મળશે.” પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.


તેથી જેમ અગ્નિની જીભ ખૂંપરાને ચાટી જાય છે, અને સૂકું ઘાસ ભડકામાં બેસી જાય છે; તેમ તેઓની જડ કોહી જશે, ને તેઓના મોર ધૂળની જેમ ઊડી જશે; કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાનું નિયમશાસ્ત્ર તજ્યું છે, ને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] નું વચન તુચ્છકાર્યું છે.


કેમ કે જો તેઓનો દેશ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ની વિરુદ્ધના પાપથી ભરપૂર છે, તોપણ તેઓના ઈશ્વર, સૈન્યોના [ઈશ્વર] યહોવાએ ઇઝરાયલને તેમ જ યહૂદિયાને પણ તજ્યા નથી.


વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું. અને એ શિંગડાંએ તેની પાસેથી નિત્યનું દહનીયાર્પણ લઈ લીધું, ને તેનું પવિત્રસ્થાન પાડી નાખવામાં આવ્યું.


અમે વિતંડાવાદોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


જે ઈશ્વર ગણાય છે અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે, અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે‌‌ છે.


Lean sinn:

Sanasan


Sanasan