Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 19:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તેને, તથા શેબ્ના ચિટનીસને, તથા યાજકોના વડીલોને તેણે ટાટ ઓઢાડીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે રાજમહેલના અધિકારી એલિયાકીમને, રાજમંત્રી શેબ્નાને અને અગ્રણી યજ્ઞકારોને આમોસના પુત્ર સંદેશવાહક યશાયા પાસે મોકલ્યા. તેમણે પણ કંતાનનાં વસ્ત્ર પહેર્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે રાજ્યના અધિકારી એલિયાકીમને, નાણાંમંત્રી શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ પહેરાવીને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 19:2
13 Iomraidhean Croise  

દાઉદે યોઆબને તથા તેની સાથેના સર્વ લોકને કહ્યું, “તમે તમારાં વસ્‍ત્રો ફાડો, ને તમારી કમરોએ તાર વીંટાળો, ને આબ્નેરને માટે વિલાપ કરો.” અને દાઉદ રાજા જનાજાની પાછળ ચાલ્યો.


અને તેઓને માલૂમ પડ્યું કે, પેટીમાં ઘણા પૈસા ભેગા થયા છે, ત્યારે એમ થયું કે, રાજાના ચિટનીસે તથા મુખ્ય યાજકે ત્યાં આવીને જે પૈસા યહોવાના મંદિરમાંથી મળી આવ્યા તેની થેલીઓ બાંધીને ગણતરી કરી.


તેઓએ રાજાને બોલાવ્યો, ત્યારે હિલ્કિયાનો દીકરો એલ્યાકીમ જે ઘરનો કારભારી હતો તે, શેબ્ના ચિટનીસ તથા આસાફનો દીકરો યોઆહ ઈતિહાસકાર તેમની પાસે બહાર આવ્યા.


તેઓએ યશાયાને કહ્યું, “હિઝકિયા આમ કહે છે કે, આ દિવસ સંકટનો, ઠપકાનો તથા નિંદાનો દિવસ છે, કેમ કે બાળકને જનમવાનો વખત આવ્યો છે, ને જણવાની શક્તિ નથી.


ઉઝિયાના બાકીના કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી આમોસના પુત્ર યશાયા પ્રબોધકે લખ્યાં છે.


યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ વિષે જે સંદર્શન થયું તે.


આમોસના પુત્ર યશાયાને યહૂદિયા તથા યરુશાલેમ સંબંધી [સંદર્શનમાં] જે વાત પ્રગટ થઈ તે.


યહોવા કહે છે, “તું જઈને કુંભારની એક માટલી વેચાતી લે, ને લોકોમાંના તથા યાજકોમાંના કેટલાક વડીલોને લઈને,


રાજાએ તથા તેના જે સર્વ સેવકોએ આ બધાં વચનો સાંભળ્યાં તેઓ બીધા નહિ, તથ પોતાનાં વસ્ત્રો ફાડયાં નહિ.


એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય,


યશાયા પ્રબોધકનાં વચનોના પુસ્તકમાં લખેલું છે, રાનમાં ઘાંટો પાડનારની વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા પાધરા કરો.


Lean sinn:

Sanasan


Sanasan