૨ રાજા 18:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેણે પૂજાંનાં ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો, શિલાસ્તંભો તોડી પાડયા અને અશેરા દેવીની પ્રતિમાઓના ચૂરેચૂરા કરી નાખ્યા. મોશેએ બનાવેલો તામ્રસાપ, જેને તેઓ નેહુશ્તાન કહેતા તેના પણ તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. તે સમય સુધી તો ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભો તોડી નાખ્યા અને અશેરાની મૂર્તિ કાપી નાખી. તેણે મૂસાએ બનાવેલા પિત્તળના સાપને તોડી ટુકડાં કરી નાખ્યા, કેમ કે, તે દિવસોમાં ઇઝરાયલ લોકો ધૂપ બાળતા હતા, તેથી તેનું નામ “નહુશ્તાન” પાડ્યું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેણે ઉચ્ચસ્થાનો પરની સમાધિઓ દૂર કરી, અશેરાદેવીની મૂર્તિ કાપી નાખી અને મૂસાએ તૈયાર કરાવેલા કાંસાના સાપને તોડી ટુકડા કરી નાખ્યા, કારણ કે ત્યાં સુધી ઇસ્રાએલીઓ તેને બલિદાનો અર્પણ કરતા હતા, તેણે તેઓને કહ્યું, આ તો ફકત કાંસાનો ટૂકડો છે. Faic an caibideil |
આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.”
એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.