Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 18:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 શું હું યહોવા [ની આજ્ઞા] વિના આ જગાનો નાશ કરવા તેના પર ચઢી આવ્યો છું? યહોવાએ મને કહ્યું છે, ‘ આ દેશ પર સવારી કરીને તેનો નાશ કર.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 શું તું એમ માને છે કે પ્રભુની સહાય વિના મેં તારા દેશ પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો છે? પ્રભુએ પોતે મને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કરવા જણાવ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 શું હું યહોવાહ વિના આ જગ્યા સામે યુદ્ધ કરીને તેનો નાશ કરવા ચઢી આવ્યો છું? યહોવાહે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરીને તેનો નાશ કર.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 ‘તમે શું એમ માનો છો કે, હું આ દેશને ખેદાન-મેદાન કરવા ચઢી આવ્યો છું. તે યહોવાની સંમતિ વગર આવ્યો હોઈશ? યહોવાએ પોતે મને કહ્યું છે કે, “તું આ દેશ પર ચઢાઈ કરી એને ખેદાનમેદાન કરી નાંખ.”’”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 18:25
10 Iomraidhean Croise  

પછી પેલા વૃદ્ધ પ્રબોધકે એને કહ્યું, ”હું પણ તમારી માફક પ્રબોધક છું; અને યહોવાના કહેવાથી એક દૂતે મને કહ્યું, ‘એને તારી સાથે તારે ઘેર પાછો તેડી લાવ, કે તે રોટલી ખાય ને પાણી પીએ.’” [પણ] તે એને જૂઠું કહેતો હતો.


[જો તારાથી એ ન બની શકે તો] તું રથોને માટે તથા સવારોને માટે મિસર પર ભરોસો રાખીને મારા ધણીના એક નબળામાં નબળા સરદારને કેમ કરીને પાછો હઠાવી શકે?


ત્યારે હિલ્કિયાના દીકરા એલ્યાકીમે, શેબ્નાએ તથા યોઆહે રાબશાકેહને કહ્યું, “કૃપા કરીને આ તમારા સેવકો સાથે અરામી ભાષામાં બોલો; કેમ કે અમે તે સમજીએ છીએ. કોટ પર જે લોકો [બેઠેલા] છે તેઓના સાંભળતાં અમારી સાથે યહૂદીઓની ભાષામાં બોલશો નહિ.”


યાશયાએ તેમને કહ્યું, “તમારા ધણીને તમે એવું કહેજો કે, યહોવા આમ કહે છે કે, ‘જે વચનો તેં સાંભળ્યાં છે. ને વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે તેથી તારે બીવું નહિ.


મનાશ્શાએ પોતાના તમામ કૃત્યો વડે જે પાપો કર્યા હતાં તેને લીધે, તથા જે નિર્દિસ રક્ત હવેવડાવ્યું હતુ તેને લીધે તેઓને પોતાની નજર આગળથી દૂર કરવા માટે, યહોવાના હુકમથી જ યહૂદિયા પર એ સંકટ આવી પડ્યું.


પણ તેણે એની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું, ”યહૂદિયાના રાજા, મારે ને તારે શું છે? આજે તમારી સામે નહિ, પણ તમારાપુરાના શત્રુની સામે હું લડવા આવ્યો છું; અને ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ ડખલગીરી ન કરો, રખેને તે તમારો નાશ કરે.”


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


Lean sinn:

Sanasan


Sanasan