૨ રાજા 18:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 જો તમે મને કહેશો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવા પર ભરોસો રાખીએ છીએ.’ તો શું, તે એ જ દેવ નથી કે જેનાં ઉચ્ચસ્થાનો તથા જેની વેદીઓ હિઝકિયાએ કાઢી નાખ્યા છે, ને યહૂદિયાને તથા યરુશાલમને ફરમાવ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ જ વેદી આગળ ધર્મક્રિયાઓ કરવી?’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 મુખ્ય અમલદારે સમ્રાટ તરફથી વિશેષમાં જણાવ્યું, “તું મને કહેશે કે અમે ઈશ્વર અમારા પ્રભુ પર આધાર રાખીએ છીએ. તો એ જ પ્રભુની ભક્તિ માટેનાં ઉચ્ચસ્થાનો તોડી પાડીને યહૂદિયા અને યરુશાલેમના લોકોને માત્ર યરુશાલેમની વેદીએ જ ઉપાસના કરવાનું કહેનાર તું હિઝકિયા જ નથી? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પણ જો તમે એવું કહો કે, ‘અમે અમારા ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખીએ છીએ,’ તે એ જ યહોવાહ નથી કે જેમના ઉચ્ચસ્થાનો અને વેદીઓ હિઝકિયા રાજાએ કાઢી નાખ્યાં છે અને યહૂદિયા અને યરુશાલેમને કહ્યું છે કે, ‘તમારે યરુશાલેમમાં આ વેદીની આગળ જ સેવા કરવી?’ Faic an caibideilપવિત્ર બાઈબલ22 અને કદાચ તમે એવું કહો, “અમને મુશ્કેલીઓ અને પીડામાંથી બચાવવા માટે અમે યહોવા પર વિશ્વાસ રાખીએ છીએ,” તો શું એ તમે નહોતા કે જેણે, ઉચ્ચસ્થાનો, જ્યાં યહોવાને યજ્ઞો કરાતાં હતાં તેનો નાશ કર્યો? અને એ તમે નહોતા કે, જેણે યહૂદા અને યરૂશાલેમના લોકોને કહ્યું હતું કે, “તેઓએ ફકત યરૂશાલેમમાં પૂજા કરવી જોઇએ? Faic an caibideil |
એ સર્વ સમાપ્ત થયું ત્યાર પછી જે ઇઝરાયલીઓ ત્યાં હાજર થયા હતા તે સર્વ યહૂદિયાના નગરોમાં પાછા ગયા, ને તેઓએ ભજનસ્તંભોના ટુકડેટુકડા કરી નાખ્યા, તથા અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખી, અને આખા યહૂદિયા તથા બિન્યામીનમાંથી, તેમ જ એફ્રાઈમ તથા મનાશ્શામાંથી પણ, ઉચ્ચસ્થાનો તથા વેદીઓ તોડી પાડીને તે સર્વનું નિકંદન કરી નાખ્યું. પછી સર્વ ઇઝરાયલી લોકો પોતાના નગરોમાં પોતપોતાના વતનમાં પાછા ગયા.
તો હવે તમે રણશિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી તથા સર્વ પ્રકારનાં વાજિંત્રોનો સૂર સાંભળો તે વખતે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને મારી બનાવેલી મૂર્તિને પૂજવા તૈયાર થશો તો ઠીક; પણ જો તમે પૂજા કરશો નહિ તો તે જ ઘડીએ તમને બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે; અને મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે?”