એથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે, તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમ જ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યા; એટલે તે યરુશાલેમથી જતો રહ્યો.
અને આશૂરના રાજાએ લાખીશથી તાર્તાન, રાબસારીસ તથા રાબશાકેહને મોટા સૈન્ય સાથે હિઝકિયા રાજા પાસે યરુશાલેમ મોકલ્યા. તેઓ નીકળીને યરુશાલેમ આવ્યા. ત્યાં પહોચ્યા પછી તેઓએ ધોબીના ખેતરની સડક પર જે ઉપરનું તળાવ છે તેના ગરનાળા પાસે મુકામ કર્યો.
હિઝકિયા તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનું રૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શાસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમને બતાવ્યું નહિ હોય.