Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ આશૂરના રાજાને હોશિયાનું કાવતરું માલૂમ પડ્યું; કેમ કે એણે મિસરના સો [નામના] રાજા પાસે સંદેશવાહકો મોકલ્યા હતા, ને વરસોવરસની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી નહોતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ એક વર્ષે હોશિયાએ ઇજિપ્તના રાજા સો પાસે સંદેશકો મોકલી તેની મદદ માગી અને આશ્શૂરને ખંડણી આપવાનું બંધ કર્યું. આશ્શૂરના રાજા શાલ્મનેશેરને એની ખબર પડતાં, તેણે હોશિયાને પકડીને પૂરી દીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ આશ્શૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશ્શૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશ્શૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા “સો”ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:4
17 Iomraidhean Croise  

તેના પર આશૂરનો રાજા શાલ્માનેસેર ચઢી આવ્યો; અને હોશિયા તેનો તાબેદાર થઈને તેને ખંડણી આપવા લાગ્યો.


પછી આશૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, ને સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરી લીધું.


તું આ છૂંદાઈ ગયેલા બરુરૂપી લાકડી પર, એટલે મિસર પર, ભરોસો રાખે છે. પણ તે તો તેના પર આધાર રાખનારની હથેલીમાં પેસીને તેને વીંધી નાખશે. મિસરનો રાજા ફારુન પોતાના પર ભરોસો રાખનાર સર્વની સાથે એવી જ રીતે વર્તે છે.


યહોયાકીમની કારકિર્દીમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને યહોયાકીમ ત્રણ વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો, પછી તેણે ફરી જઈને તેની વિરુદ્ધ બંડ કર્યું.


કેમ કે યરુશાલેમમાં તથા યહૂદિયામાં આ જે થયું તે યહોવાના કોપને લીધે થયું, ને તેથી તેણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પછી સિદકિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બંડ કર્


એ પ્રમાણે તેઓએ સિદકિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા, સિદકીયાની આંખો ફોડી નાખી, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.


તમારો ઈશ્વર યહોવા તમને આશૂરના રાજાના હાથમાંથી બચાવશે, એમ હિઝકિયા તમને કહે છે, તે તમને દુકાળથી તથા તરસથી મોતને સ્વાધીન કરવા સમજાવતો નથી?


તેઓ મિથ્યા વચનો બોલે છે, ને કરાર કરતૌ વખતે જૂઠી પ્રતિજ્ઞા લે છે; તેથી જેમ ખેતરના ચાસમાં ઝેરી છોડ ઊગી નીકળે છે તેમ દંડ પણ દંડ [પુષ્કળ થશે.]


યહૂદાની સાથે યહોવાને વાદ કરવાનો છે તે યાકૂબને તેનાં આચરણો પ્રમાણે શિક્ષા કરશે; તેનાં કૃત્યો પ્રમાણે તે તેને બદલો આપશે.


હમણાં તારા સર્વ નગરોમાં તારું રક્ષણ કરનાર તારો રાજા ક્યાં છે? તું કહેતો હતો, ‘મને રાજા તથા અમલદારો આપ, ’ તો તારા ન્યાયાધીશો [ક્યાં‌ છે] ?


હા, જો કે તેઓ વિદેશીઓમાં પૈસા ઠરાવીને તેમને રાખે છે, તોપણ હવે હું તેમને ઠેકાણે લાવીશ, જેથી તેઓ થોડી વાર સુધી રાજાને તથા અમલદારોને અભિષેક કરવાનું બંધ રાખે.


જે દેશજાતિને તું તેમજ તાર પિતૃઓ ઓળખતા નથી, તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે. અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan