Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 17:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 ત્યાંના તેઓના વસવાટની શરૂઆતમાં તેઓએ યહોવાની બીક રાખી નહિ, માટે યહોવાએ તેઓની મધ્યે સિંહો મોકલ્યા; સિંહોએ તેમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 એ લોકોએ ત્યાં પોતાના પ્રથમ વસવાટ વખતે પ્રભુની ઉપાસના કરી નહિ અને તેથી પ્રભુએ સિંહો મોકલીને તેમનામાંથી કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 17:25
18 Iomraidhean Croise  

અને એ ઈશ્વરભક્ત વિદાય થયો, ત્યાર પછી માર્ગમાં એને સિંહ મળ્યો, ને સિંહે એને મારી નાખ્યો. અને એની લાશ માર્ગમાં પડી હતી, ને ગધેડો તેની પાસે ઊભો હતો. સિંહ પણ લાશની પાસે ઊભો હતો.


ત્યારે એણે તેને કહ્યું, “તેં યહોવાની આજ્ઞા માની નથી માટે, જો, તું મારી પાસેથી વિદાય થઈશ કે તરત એક સિંહ તને મારી નાખશે.” અને એની પાસેથી તે વિદાય થયો કે તરત તેને એક સિંહે પકડીને મારી નાખ્યો.


માટે તેઓએ આશૂરના રાજાને એમ કહાવ્યું, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનનાં નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી, માટે તેણે તેઓ મધ્યે સિંહો મોકલ્યા છે, અને જુઓ, તેઓ તમને મારી નાખે છે, કેમ કે તેઓ તે દેશના ઈશ્વરની રીત જાણતી નથી.”


તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ ગયા હતા, તેઓમાંથી એક આવીને બેથેલમાં રહયો, ને તેઓએ કેવી રીતે યહોવાની બીક રાખવી જોઈએ, એ તે તેમને શીખવવા લાગ્યો.


એમ તેઓ યહોવાનો ડર રાખતા હતા, ને તેઓ પોતાને માટે ઉચ્ચસ્થાનોના યાજકો પોતામાંથી જ ઠરાવતા. તેઓ તેમને માટે ઉચ્ચસ્થાનોનાં મંદિરમાં યજ્ઞ કરતા.


આજ દિવસ સુધી તેઓ આગળની રીત પ્રમાણે કરે છે: તેઓ યહોવાની બીક રાખતા નથી, તેમ જ પોતાના વિધિઓ પ્રમાણે, પોતાની રીત પ્રમાણે, ને જે નિયમ તથા આજ્ઞા યહોવાએ યાકૂબ, જેનું નામ ઇઝરાયલ પાડ્યું, તેના પુત્રોને ફરમાવ્યાં હતાં, તે પ્રમાણે તેઓ વર્તતા નથી.


એવી રીતે તે પ્રજાઓ યહોવાનો ડર રાખતી હતી, ને પોતાની કોતરેલી મૂર્તિઓની સેવા કરતી હતી, તેમનાં છોકરાં, તથા તેમનાં છોકરાંના છોકરાં પણ, જેમ, તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.


એલિશાએ પાછળ નજર ફેરવીને તેમને જોયાં, ને યહોવાને નામે તેઓને શાપ દીધો. પછી બે રીંછડીઓએ વનમાંથી આવીને તેઓમાંનાં બેતાળીસ છોકરાંને ફાડી નાખ્યાં.


દિબોનના પાણી રક્તથી ભરપૂર છે; હું દિબોન પર વધારે આપત્તિ લાવીશ, મોઆબના બચેલા પર તથા ભૂમિના શેષ પર સિંહ [લાવીશ].


હે સર્વ પ્રજાઓના રાજા, તમારાથી કોણ નહિ બીએ? કેમ કે તે [રાજ્ય] તમારું છે! અને વળી વિદેશીઓના સર્વ જ્ઞાનીઓમાં, ને તેઓનાં સર્વ રાજ્યોમાં તમારા જેવો કોઈ નથી.


યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.


તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.


જો હું હિંસક પશુઓને તે દેશમાં સર્વત્ર મોકલું, ને તેઓ તેને બગાડીને એવો ઉજ્જડ કરી નાખે કે એ પશુઓને લીધે કોઈ માણસ તેમાં થઈને જઈ શકે નહિ,


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


હું એવો હુકમ કરું છું કે, મારા આખા રાજ્યમાં લોકોએ દાનિયેલના ઈશ્વરથી કાંપવું તથા બીવું; કેમ કે તે જ જીવતા તથા તથા અચળ ઈશ્વર છે. તેમનું રાજ્ય અવિનાશી છે, ને તેમની સત્તા છેક અનંતકાળ સુધી રહેશે.


અને હું તમારી મધ્યે જંગલી પશુઓને મોકલીશ કે, જે તમારી પાસેથી તમારાં છોકરાંને છીનવી લેશે, ને તમારાં ઢોરઢાંકને મારી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જડ થશે.


તેણે તેઓને કહ્યું, “હું હિબ્રૂ છું; અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું.”


કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; [તેથી] તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ [કહીને] તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે.


Lean sinn:

Sanasan


Sanasan