૨ રાજા 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ જે લોકોને દેશમાંથી હાંકી કાઢયા હતા તેમની રીતરસમોને અનુસરીને તેમણે પૂજાનાં સર્વ ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળ્યો. પોતાનાં સર્વ ભૂંડાં કામોથી તેમણે પ્રભુને રોષ ચઢાવ્યો, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા; Faic an caibideilપવિત્ર બાઈબલ11 અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો. Faic an caibideil |
પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.