19 આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.
19 આશ્શૂરના રાજા પૂલે દેશ પર આક્રમણ કર્યુ. મનાહેમે પોતાના હાથમાં ઇઝરાયલનું રાજ મજબૂત કરવા માટે પૂલને પોતાના પક્ષનો કરી લેવા તેને એક હજાર તાલંત ચાંદી આપી.
19 તેના શાસન દરમ્યાન આશ્શૂરના રાજા પૂલે ઇસ્રાએલ પર આક્રમણ કર્યુ. ઇસ્રાએલમાં પોતાની સત્તા મજબૂત કરવામાં તેની મદદ મેળવવા માટે મનાહેમે તેને 34,000 કિલો ચાંદી આપી.
એથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે, તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમ જ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યા; એટલે તે યરુશાલેમથી જતો રહ્યો.
તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. નબાટના દીકરા યરોબામનાં પાપ જે વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું, તેથી તે પોતાના સર્વ દિવસો પર્યંત દૂર રહ્યો નહિ.
મનાહેમે આશૂરના રાજાને એ રૂપું આપવા માટે ઇઝરાયલ પાસેથી, એટલે દરેક ધનાડ્ય માણસ પાસેથી પચાસ પચાસ શેકેલ રૂપું જોરજુલમથી કઢાવ્યું. એ પછી આશૂરનો રાજા પાછો ફર્યો, ને તે દેશમાં થોભ્યો નહિ.
ઇઝરાયલના રાજા પેકાહના દિવસોમાં આશૂરનો રાજા તિગ્લાથ-પિલેસેર ચઢી આવ્યો, અને ઈયોન, આબેલ-બેથ-માકા, યાનોઆ, કેદેશ, હાસોર, ગિલ્યાદ, તથા ગાલીલ, એટલે નફતાલીનો આખો પ્રદેશ તેણે જીતી લીધો. અને ત્યાના [રહેવાસી] ઓને પકડીને તે આશૂર લઈ ગયો.
હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી તથા ભયાવહ ઈશ્વર, કરાર પાળનાર તથા દયા રાખનાર આશૂરના રાજાઓના વખતથી તે આજ દિન સુધી જે જે કષ્ટ અમારા પર, અમારા રાજાઓ પર, અમારા સરદારો પર, અમારા યાજકો પર, અમારા પ્રબોધકો પર, અમારા પિતૃઓ પર તથા અમારા સર્વ લોકો પર પડ્યાં છે, તે સર્વને તમે તમારી નજરમાં જૂજ ગણશો નહિ.
પરંતુ જે [ભૂમિ] પર સંકટ પડયું હતું, તેમાં અંધારું રહેશે નહિ. પ્રથમ તેમણે ઝબુલોન તથા નફતાલીના દેશને તિરસ્કારપાત્ર કરી નાખ્યો હતો, પણ છેવટે તેને, એટલે સમુદ્ર તરફના રસ્તા પર યર્દનને પેલે પાર જે વિદેશીઓનો પ્રાંત છે તેને, તેમણે પ્રતિષ્ઠિત કર્યો છે.
ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.
જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.