૨ રાજા 14:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પણ અમાસ્યાએ માન્યું નહિ. તેથી ઇઝરાયલનો રાજા યોઆશ સામે ગયો; અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાને સામસામા મળ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પણ અમાસ્યાએ એ ગણકાર્યું નહિ, તેથી યહોઆશ રાજા પોતાનું સૈન્ય સાબદું કરીને ઉપડયો અને તેઓ યહૂદિયાના બેથશેમેશ આગળ સામસામે ટકરાયા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પણ અમાસ્યાએ સાંભળ્યું નહિ. તેથી ઇઝરાયલના રાજા યોઆશે યુદ્ધ કર્યું, તે અને યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયામાં આવેલા બેથ-શેમેશ આગળ એકબીજાને સામ સામે મળ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ11 છતાં અમાસ્યાએ સાંભળવાની ચિંતા કરી નહિ, તેથી ઇસ્રાએલનાં રાજા યોઆશ યુદ્ધે ચડયો, તે અને અમાસ્યા યહૂદામાં આવેલા બેથશેમશ આગળ બળનું પારખું કરવા ભેગા થયા. Faic an caibideil |
પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો.