Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેં અદોમને માર્યો છે એ તો ખરું, એથી તને ગર્વ ચઢ્યો છે. તારો ગર્વ તારી પાસે રાખીને તું તારે ઘેર જ રહે; તું શા માટે પોતાને માથે પીડા વહોરી લે છે, ને તું પોતે તથા તારી સાથે યહૂદિયા પણ શા માટે નાશ પામો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને તેનો ખૂબ જ ગર્વ છે. તારી જીતનો ઘમંડ તારી પાસે રાખ અને તારા ઘરમાં જ બેસી રહે, કેમ કે, શા માટે તું તારા કારણે પોતાના અને યહૂદિયા એમ બંન્ને પર મુસીબત લાવીને બન્ને નાશ પામો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સાચે જ તેં અદોમનો નાશ કર્યો છે માટે તને એનો ખૂબ ગર્વ છે. પણ મારી સલાહ છે કે તારી જીતથી સંતોષ માન અને તારા ઘેર જ બેસી રહે. તારા પોતાના પર અને યહૂદા પર એમ બંને પર શા માટે આફત નોતરે છે?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 14:10
26 Iomraidhean Croise  

તેણે દશ હજાર અદોમીઓને મીઠાની ખીણમાં મારી નાખ્યા. અને યુદ્ધ કરીને તેણે સેલા જીતી લીધું, ને તેનું નામ યોકતેલ પાડ્યું, તે આજ સુધી છે.


પણ જ્યારે તે બળવાન થયો, ત્યારે તેનું અંત:કરણ ઉન્મત થયું, તેથી તેનો નાશ થયો. તેણે પોતાના ઈશ્વર યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તે ધૂપવેદી ઉપર ધૂપ બાળવાને યહોવાના મંદિરમાં ગયો.


છતાં હિઝકિયાએ પોતા પર થયેલા ઉપકારનો બરાબર બદલો વાળ્યો નહિ; તે ઉન્મત્ત બની ગયો, તેથી તેના પર તેમ જ યહૂદિયા તથા યરુશાલેમ પર કોપ આવ્યો.


પણ તેણે એની પાસે એલચીઓ મોકલીને કહાવ્યું, ”યહૂદિયાના રાજા, મારે ને તારે શું છે? આજે તમારી સામે નહિ, પણ તમારાપુરાના શત્રુની સામે હું લડવા આવ્યો છું; અને ઈશ્વરે મને ઉતાવળ કરવાની આજ્ઞા આપી છે. જે ઈશ્વર મારી સાથે છે તેમની ઇચ્છાની વિરુદ્ધ ડખલગીરી ન કરો, રખેને તે તમારો નાશ કરે.”


અને મૂસાએ ફારુણે કહ્યું, “ભલે તમારી મરજી. હવે દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી જતાં રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તમારે માટે તથા તમારા સેવકોને માટે તથા તમારી પ્રજાને માટે ક્યારે કરું?”


ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે.


અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.


કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો.


કજિયાથી દૂર રહેવું એમાં માણસની આબરૂ છે; પણ દરેક મૂર્ખ ઝઘડો કર્યા વગર રહેતો નથી.


દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.


જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે, તે કૂતરાના કાન પકડનારના જેવો છે.


કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો વિનાકારણ તેની સાથે તકરાર ન કર.


તારા પુષ્કળ જ્ઞાનથી [ને] તારા વેપારથી તેં તારી સમૃદ્ધિ વધારી છે, ને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.


પ્રભુ યહોવા કહે છે કે, મારા સેવકો, એટલે ઇઝરાયલના પ્રબોધકો, જેઓ તે સમયે ઘણાં વર્ષો સુધી હું તને તેમના ઉપર ચઢાવી લાવીશ એવું ભવિષ્ય કહેતા હતા, તેઓની મારફતે પ્રાચીન કાળમાં હું જેના વિષે બોલ્યો હતો તે તું છે શું?


“હે મનુષ્યપુત્ર, માગોગ દેશનો ગોગ, જે રોશ, મેશેખ તથા તુબાલનો સરદાર છે, તેની તરફ તારું મુખ રાખીને તેની વિરુદ્ધ ભવિષ્ય ભાખ કે,


તથા તેમની સાથે ઈરાન, કૂશ તથા પૂટના સૈનિકો, એ સર્વ ઢાલડીઓ તથા ટોપસહિત છે.


તે લશ્કને લઈ જવામાં આવશે, ને તેનું હ્રદય ગર્વિષ્ઠ થશે. અને તે હજારોને મારી નાખશે, પણ ફતેહ પામશે નહિ.


જુઓ, તેનું મન ગર્વિષ્ઠ થયું છે, તેની અંદર સરળતા નથી; પણ ન્યાયી પોતાના વિશ્વાસથી જીવશે.


વળી દ્રાક્ષારસ તો તેને દગો દેનાર છે, તે અભિમાની છે, તથા ઘેર ન રહેતાં બહાર ભટકે છે. તે પોતાની લાલસાને વધારીને શેઓલ જેવી કરે છે, ને તે મૃત્યુની જેમ તૃપ્ત થઈ શકતો નથી પણ એક પછી એક બધી પ્રજાઓને ગળી ઝાય છે.


ત્યારે તારું મન ગર્વિષ્ટ થાય, ને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે, જે તને મિસર દેશમાંથી, એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા.


જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્‍ચપદમાં અભિમાન કરે.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


અબીમેલેખ કિલ્‍લા આગળ આવીને તેની સામે લડ્યો, અને તેને આગ લગાડવા માટે કિલ્‍લાના બારણાની છેક નજીક આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan