૨ રાજા 13:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેઓએ કોઈએક માણસને દાટતા હતા ત્યારે એમ થયું કે, જુઓ, એક ટોળીને આવતી જોઈને તેઓએ તે માણસને એલિશાની કબરમાં નાખી દીધો. અને તે માણસ એલિશાના હાડકાંને અડક્યો કે તરત તે જીવતો થયો, ને ઊઠીને ઊભો થયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 એક વાર દફન વખતે એવું એક ધાડું દેખાયું. તેથી લોકો શબને એલિશાની કબરમાં નાખી દઈ નાઠા. શબ એલિશાના હાડકાંને અડકયું કે પેલો માણસ સજીવન થઈ બેઠો થયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓ એક માણસને દફનાવતા હતા, ત્યારે તેઓએ મોઆબીઓની ટોળી આવતી જોઈને તે મૃતદેહને એલિશાની કબરમાં ફેંકી દીધો. તે માણસનો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડકતાંની સાથે જ તે સજીવન થયો. અને ઊઠીને પોતાના પગ પર ઊભો થઈ ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 એક વખત થોડાં લોકો (ઇસ્રાએલીઓ) એક માણસને દફનાવતા હતા. જેવા ઇસ્રાએલીઓએ મોઆબી સૈનિકોને જોયા, લોકો મૃતદેહને એલિશાની કબરની અંદર ફેંકી દઈને ભાગી ગયા. જેવો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડ્યો કે મૃત માણસ જીવતો થઈ ગયો અને ઊઠીને ઊભો થઈ ગયો. Faic an caibideil |