Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના સર્વ પૈસા, જે ચલણી નાણાં યહોવાના મંદિરમાં લવાય છે તે, તથા દરેક પુરુષ દીઠ ઠરાવેલી જકાત, તથા જે પૈસા યહોવાના ઘરમાં લાવવાનું હરકોઈને મન થાય તે બધા પૈસા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યોઆશે યજ્ઞકારોને કહ્યું, “પ્રભુના મંદિરમાં લાવવામાં આવતાં પવિત્ર અર્પણોની રકમ, માથાદીઠ નિયત કરવામાં આવેલ મુક્તિમૂલ્યની રકમ અને પ્રભુના ઘરમાં માનતા પેટે લાવેલ સ્વૈચ્છિક અર્પણોની રકમ તમારે ઉઘરાવી લેવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યોઆશે યાજકોને કહ્યું, “અર્પણ કરેલી વસ્તુઓના નાણાં, ચલણી નાણાં જે યહોવાહના ઘરમાં લાવવામાં છે તે, દરેક માણસ દીઠ ઠરાવેલી જકાત અને જે નાણાં લોકોને યહોવાહના ઘરમાં લાવવાનું મન થાય તે બધાં નાણાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યોઆશે યાજકોને કહ્યું હતું કે, “મંદિરમાં અર્પણ તરીકે આવેલી રકમ, માથાદીઠ ઉઘરાવેલી જકાત, તથા લોકોએ સ્વેચ્છાએ મંદિરમાં આપેલી રકમ યાજકોએ સ્વીકારવી જોઇએ.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 12:4
33 Iomraidhean Croise  

એટલું જ કે લોકો ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતાં, કેમ કે તે દિવસો સુધી યહોવાના નામને અર્થે મંદિર બાંધવામાં આવ્યું નહોતું.


સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવા પર પ્રેમ રાખતો હતો; એટલું જ કે તે ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતો હતો, ને ધૂપ બાળતો હતો.


સુલેમાનને પોતાનો મહેલ બાંધતા તેર વર્ષ લાગ્યાં, અને તેણે પોતાનો આખો મહેલ પૂરો કર્યો.


એથી યહૂદિયાના રાજા યોઆશે તેના પિતૃઓએ, એટલે યહૂદિયાના રાજાઓ યહોશાફાટે, યહોરામે તથા અહાઝ્યાએ જે સર્વ પવિત્ર વસ્તુઓ અર્પણ કરી હતી તે, તથા તેની પોતાની અર્પણ કરેલી વસ્તુઓ, તેમ જ યહોવાના મંદિરના તથા રાજાના મહેલના ભંડારમાંથી જે સોનું મળી આવ્યું તે સર્વ લઈને અરામના રાજા હઝાએલ પર મોકલ્યા; એટલે તે યરુશાલેમથી જતો રહ્યો.


તે યાજકો પોતપોતાના લાગતાવળગતા પાસેથી લે, અને જ્યાં કહીં મંદિરની ભાંગતૂટ દેખાય ત્યાં તેઓ તે ભાંગતૂટ સમારે.”


તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા.


તોપણ ઉચ્ચસ્થાનો કાઢી નાખવામાં આવ્યાં નહિ. હજી લોક ઉચ્ચસ્થાનોમાં યજ્ઞ કરતા તથા ધૂપ બાળતા હતા.


તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર, તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો.


અને યહોવાએ જે પ્રજાઓને તેમની આગળથી હાંકી કાઢી હતી, તેઓની જેમ ત્યાં તેઓ સર્વ ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળતા હતા, ને દુષ્ટ કૃત્યો કરીને યહોવાને રોષ ચઢાવતા હતા.


“તું મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા કે, જે પૈસા યહોવાના મંદિરમાં લાવવામાં આવ્યા છે, જે દ્વારરક્ષકોએ લોકો પાસૅથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે.


વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.


હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


તે પોતાના પિતાએ અર્પણ કરેલી તથા પોતે અર્પણ કરેલી વસ્તુઓ, એટલે સોનુંરૂપું તથા પાત્રો ઈશ્વરના મંદિરમાં લાવ્યો.


લોકો અર્પણો, દશાંશો તથા સમર્પણ કરેલી વસ્તુઓ પ્રામાણિકણે અંદર લાવતા. અને તે પર દેખરેખ રાખનાર કોનાન્યા નામનો લેવી હતો, તથા તેના હાથ નીચે તેનો ભાઈ શિમઈ હતો


તેણે યાજકોને પોતપોતાનાં કામ ઠરાવી આપીને યહોવાના મંદિરની સેવા કરવા માટે તેમને ઉત્તેજન આપ્યું.


તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો.


તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ રૂપું, તથા યાજકના સો પોશાક આપ્યા.


અને લોકોએ તથા યાજકોએ યરુશાલેમમાંના પોતાના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણોમાં રાજીખુશીથી જે કંઈ અર્પણ કર્યુ હોય તે, અને આખા બાબિલ પ્રાંતમાંથી સર્વ સોનુંરૂપું તને મળી આવે તે તું લઈ જાય.


અને જેટલાં પુરુષો તથા સ્‍ત્રીઓ રાજી હતાં, તેટલાં નથનીઓ તથા વાળીઓ તથા મુદ્રિકાઓ તથા બંગડિઓ, એ બધા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં; એટલે યહોવાને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું.


ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.


યહોવાને માટે તમારામાંથી અર્પણ લો. જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે:એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ;


અને જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. અને હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા.


અને જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ છોડાવી લેવું હોય, તો તેમાં તે તેનો પંચમાંશ ઉમેરે.


કેમ કે એ સહુએ પોતાના વધારામાંથી દાનોમાં કંઈક નાખ્યું; પણ એણે પોતાની તંગીમાંથી પોતાની જે ઉપજીવિકા હતી તે બધી નાખી દીધી.”


Lean sinn:

Sanasan


Sanasan