Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ સાતમે વર્ષે યહોયાદા યજ્ઞકારે રાજવી અંગરક્ષકોના અધિકારીઓ અને રાજમહેલના સંરક્ષકોના અધિકારીઓને આમંત્રણ પાઠવી પ્રભુના મંદિરમાં બોલાવ્યા અને પોતાની યોજના અન્વયે તેણે તેમની સોગંદપૂર્વક સંમતિ લીધી. તેણે તેમને રાજા અહાઝયાનો પુત્ર યોઆશ બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સાતમે વર્ષે યહોયાદાએ સંદેશાવાહકો મોકલીને કારીઓના નાયકોના સરદારોના શતાધિપતિઓને તથા રક્ષકોને યહોવાહના ઘરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે યહોવાહના ઘરમાં તેઓની સાથે કરાર કર્યો અને સમ ખવડાવ્યા. પછી તેણે તેઓને રાજાનો દીકરો બતાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સાતમે વર્ષે મુખ્ય યાજક યહોયાદાએ રાજાના અને મહેલના રક્ષણદળને અને તેના નાયકોને બોલાવી મંગાવ્યા. અને તેમને મંદિરમાં પોતાની પાસે બોલાવ્યા. તેણે તેમની સાથે યહોવાના મંદિરમાં કરાર કર્યો. પછી તેણે તે લોકોને રાજકુમારને બતાડ્યો અને તેમની પાસે વચન લેવડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:4
24 Iomraidhean Croise  

અને યૂસફે ઇઝરાયલપુત્રોને સમ ખવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તમે મારાં હાડકાં અહીંથી લઈ જજો.”


હવે યોઆબ ઇઝરાયલના સર્વ સૈન્યનો ઉપરી હતો; અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓનો તથા પલેથીઓનો ઉપરી હતો.


અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.


તમારા ઇશ્વર યહોવાના જીવના સમ કે, એવી કોઈ પ્રજા કે રાજ્ય નથી કે, જ્યાં તમારી શોધ કરવા મારા ધણીએ માણસ મોકલ્યા ન હોય, અને જ્યારે તેઓએ કહ્યુ. ‘તે અહીં નથી, ’ ત્યારે તમે તેઓને નથી મળ્યા, એ બાબતના સમ તેણે તે રાજ્ય તથા પ્રજાને ખવડાવ્યા.


યહોયાદાએ યહોવાની અને રાજા તથા લોકોની વચ્ચે કરાર કર્યો કે, તેઓએ યહોવાના લોક થવું; વળી રાજા તથા લોકોની વચ્ચે પણ [તેણે કરાર કર્યો].


તેણે શતાધિપતિઓને, કારીઓને, રક્ષક સિપાઇઓને તથા દેશના સર્વ લોકોને સાથે લીધા. તેઓ રાજાને યહોવાના મંદિરમાંથી લઈને પહેરાના દરાવાજાને માર્ગે રાજાના મહેલમાં આવ્યા. અને તે રાજાઓની ગાદીએ બેઠો.


તે તેની [દાસીની] સાથે છ વર્ષ સુધી યહોવાના ઘરમાં સંતાઈ રહ્યો. [તે વખતે] અથાલ્યા દેશ પર રાજ કરતી હતી.


યહોયાદા યાજકે જે જે આજ્ઞા કરી તે સર્વ પ્રમાણે શતાધિપતિઓએ કર્યુ, અને તેઓ દરેક સાબ્બાથે અંદર આવનારા તથા તથા સાબ્બાથે બહાર જનારા પોતાના તાબાના સર્વ માણસોને લઈને યહોયાદા યાજક પાસે આવ્યા.


ત્યારે યોઆશ રાજાએ યહોયાદા યાજકને તથા [બીજા] યાજકોને બોલાવીને તેમને કહ્યું, “તમે મંદિરની ભાંગતૂટ કેમ સમારતા નથી? તો [હવે પછી] તમારા લાગતાવળગતા પાસેથી કંઈ પૈસા લેશો નહિ, પણ મંદિરની ભાંગતૂટને માટે તે સોંપી દો.”


રાજા થાંભલા પાસે ઊભો રહ્યો, ને આ કરારનાં જે વચનો આ પુસ્તકમાં લખેલાં હતાં તે સર્વને અમલમાં લાવવા માટે, સંપૂર્ણ મનથી, તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો, ને તેમની આજ્ઞાઓ, તેમનાં સાક્ષ્ય તથા તેના વિધિઓ પાળવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો; અને સર્વ લોક એ કરારમાં સામેલ થયા.


અને તેઓના ભાઈઓ, તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો, એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો [હતા.]


વળી તેઓએ નવેસરથી કરાર કર્યા, “પોતાના ખરા અંત:કરણથી અને સંપૂર્ણ ભાવથી પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની ભક્તિ કરવી.


હવે આપણા પરથી ઈશ્વરનો ઉગ્ર કોપ સમે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે કરાર કરવાનું મારું મન છે.


તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા, તેઓએ શાપનો સ્વીકાર કર્યો, અને પ્રતિજ્ઞા લીધી કે, “ઈશ્વરના સેવક મૂસાની મારફત અપાયેલા ઈશ્વરના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેમના હુકમો તથા તેમના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો.


ત્યારે તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તમારા કહેવા પ્રમાણે અમે કરીશું.” તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી.


એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ; અને તે નોંધીએ છીએ. તે પર અમારા સરદારો, અમારા લેવીઓ [તથા] અમારા યાજકો પોતપોતાની મુદ્રા કરે છે.”


હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?


ત્યારે સરદાર સિપાઈઓને સાથે લઈને જબરદસ્તી કર્યા વિના તેઓને લઈ આવ્યો, કેમ કે તેઓ લોકોથી બીતા હતા કે, રખેને તેઓ અમને પથરા મારે.


માટે તે દિવસે યહોશુઆએ લોકોની સાથે કરાર કર્યો, ને શખેમમાં તેઓને માટે વિધિ ને નિયમ ઠરાવ્યા.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


પછી તે બન્‍નેએ યહોવાની આગળ કરાર કર્યો; અને દાઉદ હોરેશમાં રહ્યો, ને યોનાથાન પોતાને ઘેર ગયો.


Lean sinn:

Sanasan


Sanasan