Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી દેશના સર્વ લોક બાલના મંદિરમાં ગયા, ને તે ભાંગી નાખ્યું. તેઓએ તેની વેદીઓના તથા તેની મૂર્તિઓના છેક ચૂરેચૂરા કરી નાખ્યા, ને બાલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. અને યાજકે યહોવાના મંદિર પર કારભારીઓ નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી લોકોએ બઆલના મંદિરે જઈને તેને તોડી નાખ્યું; તેમણે વેદીઓ અને મૂર્તિઓના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા અને વેદીઓ આગળ બઆલના યજ્ઞકાર માત્તાનને મારી નાખ્યો. યહોયાદાએ પ્રભુના મંદિર પર સંરક્ષકોની ચોકી મૂકી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી દેશના બધા લોકો બઆલના મંદિરે ગયા અને તેને તોડી નાખ્યું. તેઓએ તેની વેદીઓ તથા મૂર્તિઓના ટુકડે ટુકડાં કરી નાખ્યા. બઆલના યાજક માત્તાનને વેદીઓ આગળ મારી નાખ્યો. પછી યાજકે યહોવાહના સભાસ્થાનનું રક્ષણ કરવા માટે ચોકીદારો નીમ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી દેશના બધા લોકોએ બઆલના મંદિરે જઈ તેને તોડી પાડયું. તેમણે તેની વેદીઓ અને મૂર્તિઓ તોડી નાખી અને બઆલના યાજક માત્તાનને વેદીઓ સામે જ મારી નાખ્યો. યાજકે યહોવાના મંદિરનું રક્ષણ કરવા માટે ચોકીદારો ગોઠવી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:18
24 Iomraidhean Croise  

અને એલિયાએ તેમને કહ્યું, “બાલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને નાસી જવા દેશો નહિ.” તેઓએ તેમને પકડ્યા. અને એલિયાએ તેમને કીશોન નાળા પાસે ઉતારી લાવીને ત્યાં તેમને મારી નાખ્યા.


અને યેહૂએ આખા ઇઝરાયલમાં સંદેશિયા મોકલ્યા. અને બાલના સર્વ સેવકો આવ્યા, કોઈ પણ આવ્યા વગર રહ્યો નહિ. તેઓ બાલના મંદિરમાં આવ્યા; અને બાલનું મંદિર એક છેડાથી બીજા છેડા સુધી ભરાઈ ગયું હતું.


યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો; કોઈને બહાર નીકળવા દેશો નહિ.” અને તેઓએ તેમને તરવારની ધારથી માર્યા, આને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાલના મંદિરના છેક ગર્ભાગારમાં ગયા.


તેઓએ બાલના મંદિરમાંની અશેરા દેવીને બહાર કાઢીને તે બાળી નાખી.


તેઓએ બાલના સ્તંભને તોડી પાડ્યો, ને બાલના મંદિરને જમિનદોસ્ત કરીને તેને સંડાસ બનાવ્યું, તે આજ સુધી છે.


તેણે ઉચ્ચસ્થાનો કાઢી નાખ્યાં, સ્તંભોને ભાંગી નાખ્યાં, અશેરા [મૂર્તિ] ને કાપી નાખી, અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડેટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા; અને તેણે તેનું નામ નહુશ્તાન પાડ્યું.


હિન્નોમપુત્રોની ખીણમાંના તોફેથને તેણે અશુદ્ધ કર્યું. જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહિ.


તેણે સ્તંભોને ભાંગીને ટુકડેટુકડા કર્યા, અશેરીમનું ખંડન કર્યું, ને તેમની જગાઓમાં માણસોના હાડકાં ભર્યાં.


તેણે ત્યાંનાં ઉચ્ચસ્થાનના સર્વ યાજકોને વેદીઓ પર મારી નાખ્યા, ને તેમના પર માણસોનાં હાડકાં બાળ્યાં; પછી તે યરુશાલેમમાં પાછો આવ્યો.


તેઓ યહૂદિયા પર ચઢી આવીને તેની અંદર ઘૂસી ગયા. અને રાજાનાં મહેલમાં જે સર્વ સંપત્તિ તેઓને મળી તેનું. તેના દીકરાઓનું તથા તેની પત્નીઓનું પણ તેઓ હરણ કરી ગયાં; તેથી તેના દીકરાઓમાં સૌથી નાના યહોઆહાઝ સિવાય તેને એક દીકરો રહ્યો નહિ.


લોકોએ તેની સમક્ષ બાલીમની વેદીઓ તોડી પાડી; જે સૂર્યમૂર્તિઓ તેઓના ઉપર હતી તેઓને તેણે કાપી નાખી. અશેરીમ [મૂર્તિઓ] , કોતરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓનો તેણે ભાંગીને ભૂકો કરી નાખ્યો, અને તેઓની આગળ જેઓએ યજ્ઞો કર્યા હતા [તેઓની] કબરો પર તે [ભૂકો] વેર્યો.


તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો, અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.


અને તેઓએ જે વાછરડું બનાવ્યું હતું તે લઈને તેણે બાળી નાખ્યું, ને તેને વાટીને ભૂકો કર્યો, ને પાણીમાં ભભરાવીને ઇઝરાયલી લોકોને તે પાણી પીવડાવ્યું.


મૂર્તિઓ છેક નાબૂદ થઈ જશે.


જે જે દેશજાતિઓનું વતન તમે પામશો તેઓ જે ઊંચા પર્વત પર, તથા ઊંચા ડુંગરો પર, તથા સર્વ લીલાં વૃક્ષ નીચે જે જે સ્થળોમાં તેઓના દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે ચોક્કસ નાશ કરવો.


અને તમારે તેઓની વેદીઓને તોડી પાડવી, ને તેઓના સ્તંભોને તોડીને ટુકડા કરવા, ને તેઓની અશેરીમ [મૂર્તિઓ] ને આગમાં બાળી નાખવી, અને તમારે તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓને કાપી નાખવી, અને તેઓનું નામ તમારે તે જગામાંથી નષ્ટ કરવું.


અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો. કેમ કે યહોવા તારા ઈશ્વર, જે તને મિસર દેશમાંથી [એટલે] બંદીખાનામાંથી કાઢી લાવ્યા, તેમની પાસેથી તને ભટકાવી દેવાને તેણે યત્ન કર્યો છે.


અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.


જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો, અથવા તારો દીકરો, અથવા તારી દીકરી, અથવા તારી દીલોજાન પત્ની, અથવા તારો જાની મિત્ર તને છાની રીતે લલચાવતાં એમ કહે કે, ‘ચાલો, જે અન્ય દેવદેવીઓને તું જાણતો નથી તેમ તારા પિતૃઓ પણ જાણતા નહોતા, તેઓની આપણે સેવા કરીએ,


પણ તારે તેને જરૂર મારી નાખવો. તેને મારી નાખવા માટે પહેલો તારો હાથ તેના પર પડે, ને ત્યાર પછી [બીજા] બધા લોકનો હાથ.


Lean sinn:

Sanasan


Sanasan