Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પછી તેણે રાજકુમારને બહાર લાવીને તેને માથે મુગટ મૂક્યો તથા સાક્ષ્યશાસ્ત્ર [તેને આપ્યું]. પછી તેઓએ તેને રાજા ઠરાવીને તેનો અભિષેક કર્યો. અને તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “ઈશ્વર રાજાની રક્ષા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પછી યહોયાદા યોઆશને બહાર લઈ આવ્યો, તેના માથા પર મુગટ મૂક્યો અને તેને રાજપદ અંગેના નિયમોની નકલ આપી. પછી યોઆશનો અભિષેક કરી તેને રાજા તરીકે જાહેર કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા અમર રહો!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી યહોયાદાએ રાજપુત્ર યોઆશને બહાર લાવીને તેના માથા પર રાજમુગટ મૂક્યો તથા કરારનું હુકમનામું આપ્યું. પછી તેઓએ તેનો રાજા તરીકે અભિષેક કર્યો. તેઓએ તાળીઓ પાડીને કહ્યું, “રાજા ઘણું જીવો!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પછી યહોયાદા રાજકુંવર યોઆશને સંતાડયો હતો ત્યાંથી બહાર લઈ આવ્યા. અને તેના માથા પર રાજમુગટ મૂકયો. તેને કરારની નકલ આપી અને રાજા તરીકે તેનો અભિષેક કર્યો. લોકોએ તાળીઓ પાડીને પોકાર કર્યો, “રાજા ઘણું જીવો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:12
45 Iomraidhean Croise  

માટે તેમની પાસે ઊભા રહીને મેં તેમને મારી નાખ્યા, કેમ કે હું નક્કી જાણતો હતો કે પડી ગયા પછી તે જીવવાના નથી. પછી તેમના માથા પરનો મુગટ તથા તેમના હાથ પરનાં કડાં લઇને હું તે અહીં મારા ધણી પાસે લાવ્યો છું.”


તેણે તેઓના રાજાનો મુગટ તેને માથેથી ઉતારી લીધો, તે વજનમાં એક તાલંત સોનાનો હતો, ને મૂલ્યવાન રત્નો [તેમાં જડેલાં હતાં]. અને ને દાઉદના માથે મૂકવામાં આવ્યો. અને તે નગરમાંથી પુષ્કળ લૂટ મેળવીને તે બહાર આવ્યો.


અને દાઉદનો મિત્ર હુશાય આર્કી આબ્શાલોમ પાસે આવ્યો, ત્યારે એમ થયું કે હુશાયે આબ્શાલોમને કહ્યું, “રાજા [ઘણું] જીવો, રાજા [ઘણું] જીવો.”


અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”


માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”


તેથી ઇઝરાયલના સર્વ વડીલો રાજા પાસે હેબ્રોનમાં આવ્યા. અને દાઉદ રાજાએ તેઓની સાથે યહોવાની આગળ હેબ્રોનમાં કોલકરાર કર્યાં; અને તેઓએ દાઉદને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો.


કેમ કે આજે જ તેણે જઈને પુષ્કળ બળદો, પુષ્ટ પશુઓ તથા ઘેટાંનું બલિદાન આપ્યું છે, ને રાજાના સર્વ દીકરાઓને, સેનાધિપતિઓ તથા અબ્યાથાર યાજકને નોતર્યા છે. અને જુઓ, તેઓ તેની આગળ ખાયપીએ છે, અને, ‘ઈશ્વર અદોનિયા રાજાની રક્ષા કરો, ’ એમ પોકારે છે.


ત્યાં સદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કરે અને તમે રણશિંગડું વગાડીને કહેજો, ‘ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.’


પછી સાદોક યાજકે મંડપમાંથી તેલનું શિંગ લઈને સુલેમાનનો અભિષેક કર્યો. તેઓએ રણશિંગડું વગાડ્યું; અને સર્વ લોકોએ પોકાર્યું, “ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરો.”


વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે, તે વિષે મારું હ્રદય માહિતગાર છે; માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે.


રક્ષક સિપાઈઓ પોતપોતાનાં શસ્ત્રો પોતાના હાથમાં લઈને મંદિરની જમણી બાજુથી તે મંદિરની ડાબી બાજુ સુધી, વેદી તથા મંદિર આગળ રાજા પાસે આસપાસ ઊભા રહ્યા.


પણ યોરામ રાજાની દીકરી તથા અહાઝ્યાની બહેન યહોશેબાએ અહાઝ્યાના દીકરા યોઆશને, રાજાના જે પુત્રો માર્યા ગયા હતા, તેઓમાંથી ચોરી લઈને તેને તથા તેની દાસીને શયનગૃહમાં [સંતાડી રાખ્યા]. તેઓએ તેને અથાલ્યાથી સંતાડ્યો, તેથી તે માર્યો ગયો નહિ.


સાતમે વર્ષે યહોયાદાએ માણસો મોકલીને કારીઓના તથા રક્ષક ટુકડીના સિપાઈઓના શતાધિપતિઓને તેડાવીને તેમને યહોવાના મંદિરમાં પોતાની પાસે એકત્ર કર્યા. તેણે તેઓની સાથે કોલકરાર કર્યો, ને યહોવાના મંદિરમાં તેમને સોગન ખવડાવીને રાજાનો દીકરો તેમને દેખાડ્યો.


ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે બિછાવીને રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.”


પછી તેલની સીસી લઈને તેના માથા પર રેડજે, ને કહેજે, ’યહોવા એમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ પછી બારણું ઉઘાડીને નાસી આવજે, વિલંબ કરીશ નહિ.”


પછી તેઓએ રાજાના પુત્રને બહાર લાવીને તેને મુગટ પહેરાવ્યો, તેને રાજ્યાલંકાર ધારણ કરાવ્યો, ને તેને રાજા ઠરાવ્યો. યહોયાદા તથા તેના પુત્રોએ તેનો અભિષેક કરીને ‘રાજા [ઘણું] જીવો, ’ એવો પોકાર કર્યો.


રાજાએ સર્વ સ્ત્રીઓ કરતાં એસ્તેર પર વધારે પ્રમ રાખ્યો, અને તણે એસ્તેર પર સર્વ કુમારિકાઓ કરતાં વધારે કૃપા તથા મહરબાની રાખી. માટે રાજાએ એસ્તેરને માથે રાજમુગટ પહેરાવીને વાશ્તીને સ્થાને તેને રાણી ઠરાવી.


તેને માટે તો, જે રાજપોશાક રાજાને પહેરવાનો રિવાજ છે તે, તથા જે ઘોડા પર રાજા સવાર થાય છે, ને જેને માથે રાજમુગટ મુકાય છે, તે લાવવાં.


તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”


કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.


તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.


હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો.


કેમ કે તેમણે યાકૂબમાં સાક્ષી સ્થાપી, અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો, તે વિષે તેમણે આપણા પિતૃઓને આજ્ઞા કરી કે તેઓ પોતાના દીકરાઓને પણ તે જણાવે.


તમે તમારા સેવક સાથે કરેલા કરારથી કંટાળ્યા છો; તમે તેનો મુગટ ભોંય પર [નાખીને] ભ્રષ્ટ કર્યો છે.


પ્રવાહો, તાળી પાડો; પર્વતો, યહોવાની સમક્ષ એકત્ર હર્ષનાદ કરો.


અને હું જે કરારલેખ તને આપીશ, તે તું કોશમાં મૂકજે.


અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.


તમે આનંદસહિત નીકળી જશો, ને શાંતિથી તમને બહાર લઈ જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે. અને ખેતરોનાં સર્વ ઝાડ તાળી પાડશે.


હું સાક્ષી બાંધી દઈશ, શિક્ષણ પર મહોર કરીને મારા શિષ્યોને [તે સોંપી દઈશ].


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


અમારા મુખનો શ્વાસ, યહોવાનો અભિષિક્ત, જેના વિષે અમે કહ્યું, તેની છાયામાં અમે વિદેશીઓમાં જીવીશું.” તે તેઓના ખાડાઓમાં પકડાયો.


તેઓએ નબૂખાદનેસ્સાર રાજાને કહ્યું, “હે રાજા, સદા જીવતા રહો.


ત્યારે દાનિયેલે રાજાને કહ્યું, “હે રાજાજી, સદા જીવતા રહો.


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!”


કેમ કે ખરેખર તમારા પવિત્ર સેવક ઈસુ જેને તમે અભિષિક્ત કર્યા, તેમની વિરુદ્ધ હેરોદ તથા પોંતિયસ પિલાત વિદેશીઓ તથા ઇઝરાયલી લોકો સહિત આ શહેરમાં એકત્ર થયા;


હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે તથા જેમણે અમને અભિષિક્ત કર્યા છે. તે ઈશ્વર છે;


તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક [ગણીને] આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”


પણ ઈસુ, જેમને ઈશ્વરની કૃપાથી સર્વ માણસોને માટે મરણ પામવાને અર્થે દૂતો કરતાં થોડી વાર સુધી ઊતરતા કરવામાં આવ્યા, અને પછી મરણ સહેવાને લીધે જેમના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકવામાં આવ્યો, તેમને જોઈએ છીએ.


તેમની આંખો અગ્નિની જવાળા [જેવી] છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.


પછી શમુએલે તેલની કુપ્‍પી લઈને તેમાંથી શાઉલના માથા પર તેલ રેડ્યું, ને તેને ચુંબન કરીને કહ્યું, “શુમ યહોવાએ પોતાના વતન પર અધિકારી થવા માટે તને અભિષિક્ત કર્યો નથી?


શમુએલે સર્વ લોકોને કહ્યું, “યહોવાએ જેને પસંદ કર્યો છે તેને તમે જુઓ છો કે તેના જેવો સર્વ લોકોમાં બીજો કોઈ નથી.” ત્યારે સર્વ લોકોએ પોકાર કરીને કહ્યું, “રાજા ઘણું જીવો.”


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan