Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 11:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે અહાઝ્યાની મા અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને આખા રાજવંશનો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 અહાઝયા રાજાની માતા અથાલ્યાએ તેના પુત્રના ખૂનના સમાચાર સાંભળ્યા કે તેણે રાજકુટુંબના બધા વંશજોને મારી નાખવાનો હુકમ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે અહાઝયાહની માતા અથાલ્યાએ જોયું કે તેનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને બધા રાજપુત્રોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 11:1
17 Iomraidhean Croise  

અને તમારા જીવના રક્તનો બદલો હું ખચીત માગીશ. હરેક પશુની પાસેથી હું તે માગીશ. અને માણસની પાસેથી, એટલે હરેક માણસના ભાઈ પાસેથી એટલે હરેક માણસના ભાઈ પાસેથી માણસના જીવનો બદલો હું માગીશ.


માણસનું રક્ત જે કોઈ વહેવડાવે, તેનું રક્ત માણસથી વહેવડાવવામાં આવશે, કેમ કે ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે માણસને ઉત્પન્‍ન કર્યું.


તો હવે કૃપા કરીને અહીં આવો, હું તમને એવી સલાહ આપું કે, તમે તમારો પોતાનો જીવ તથા તમારા દીકરા સુલેમાનનો જીવ ઉગારો.


વળી રાજાએ શિમઈને કહ્યું, “મારા પિતા દાઉદ પ્રત્યે તેં જે જે દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે, તે વિષે મારું હ્રદય માહિતગાર છે; માટે તારી દુષ્ટતા યહોવા તારે માથે પાછી વાળશે.


અને યેહૂએ સમરુનમાં અઠ્ઠાવીસ વર્ષ સુધી ઇઝરયલ પર રાજ કર્યું હતું.


તેઓએ તે પત્ર પહોંચ્યો ત્યારે એમ થયું કે, તેઓએ તે રાજપુત્રોને પકડીને તેઓને, એટલે સિત્તેર પુરુષોને, મારી નાખ્યા, ને તેમના માથાં ટોપલીઓમાં નાખીને તે યેહૂની પાસે યિઝ્‍એલ મોક્લ્યાં.


યેહૂને સાતમે વર્ષે યોઆશ રાજ કરવા લાગ્યો. તેણે યરુશાલેમમાં ચાળીસ વર્ષ રાજ કર્યું. તેની માનું નામ સિબ્યા હતું, તે બેરશેબાની હતી.


પણ યર્મિ. ૪૧:૧-૩. સાતમા માસમાં એમ થયું કે, એલિશામાના દીકરા નથાન્યાનો દીકરો ઈશ્માએલ, જે રાજવંશી હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને આવ્યો. ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદિયો તથા કાસ્દીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને [પણ મારી નાખ્યા].


અહાઝ્યા રાજ કરવા લાગ્યો ત્યારે તે બાવીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. તેની માનું નામ અથાલ્યા હતું. એ ઇઝરાયલના રાજા ઓમ્રીની દીકરી હતી.


પણ યહૂદિયાનો રાજા અહાઝ્યા એ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસવા લાગ્યો. યેહૂએ તેની પાછળ પડીને કહ્યું, “તેને પણ રથમાં બેઠેલો મારો.” તેથી યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ [તેઓએ તેને માર્યો] તે મગિદ્દોમાં નાસી ગયો, ને ત્યાં મરણ પામ્યો.


કેમ કે પેલી દુષ્ટ સ્ત્રી અથાલ્યાના પુત્રોએ ઈશ્વરનું મંદિર ભાંગી નાખ્યું હતું, અને તેઓએ યહોવાના મંદિરની સર્વ અર્પિત વસ્તુઓ પણ બાલદેવોની સેવાના કામમાં લીધી હતી.


હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી.


અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યૂસફને દર્શન આપીને કહ્યું, “ઊઠ, ને બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા, ને હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહે; કેમ કે બાળકને મારી નાખવા માટે હેરોદ તેની‍ શોધ કરવાનો છે.”


જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં.


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan