Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 આથી [રાજાના] ઘરના કારભારીએ તથા નગરના કોટવાલે, વડીલોએ તથા [પુત્ર] રક્ષકોએ યેહૂ પાસે માણસો મોકલીને કહાવ્યું, “અમે તમારા દાસ છીએ, તમે જે કંઈ અમને કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા નહિ ઠરાવીએ. તમારી ર્દષ્ટિમાં જે સારું લાગે તે કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી રાજમહેલના અધિકારીઓ અને નગરના સંરક્ષકોએ, અગ્રગણ્ય નાગરિકો અને વાલીઓએ મંત્રણા કરીને યેહૂ પર આ સંદેશો મોકલ્યો: “અમે તમારા સેવકો છીએ અને તમે કહો તે કરવા તૈયાર છીએ. અમે તો કોઈને રાજા બનાવવાના નથી; તમને યોગ્ય લાગે તેમ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 આથી ઘરના કારભારીએ, નગરના અમલદારોએ, વડીલોએ તથા દીકરાઓના રક્ષકોએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે તમારા ચાકરો છીએ. તમે જે કંઈ કહેશો તે અમે કરીશું. અમે કોઈ માણસને રાજા બનાવીશું નહિ. તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આથી મહેલના મુખ્ય કારભારીઓએ, વડીલોએ, અમલદારોએ અને છોકરાઓના વાલીઓએ યેહૂને સંદેશો મોકલ્યો કે, “અમે આપના તાબેદાર છીએ. આપ જે કહેશો તે અમે કરીશું, પણ અમે કોઈને રાજા જાહેર કરવાના નથી. આપને જે ઠીક લાગે તેમ કરો.”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:5
11 Iomraidhean Croise  

માટે તેઓએ પોતાની કમરે ટાટ તથા પોતાનાં માથાં પર દોરડાં વીંટાળીને ઇઝરાયલના રાજા પાસે આવીને કહ્યું, ”તમારો સેવક બેન-હદાદ કહે છે કે, કૃપા કરીને મને જીવતદાન આપો.” એણે પૂછ્યું, “શું હજી સુધી તે જીવતો છે? તે મારો ભાઈ છે.”


ઇઝરયલના રાજાએ ઉત્તર આપ્યો, “હે મારા મુરબ્બી રાજા, તમારા કહેવા પ્રમાણે છે; હું તથા મારું સર્વસ્વ તમારાં છીએ.”


પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા.


અને યહૂદિયાના રાજા હિઝકિયાએ લાખીશમાં આશૂરના રાજા પાસે માણસો મોકલીને કહાવ્યું “મેં અપરાધ કર્યો છે. તમે મારી પાસેથી પાછા જાવ; તો તમે જે [શરતો] મારી આગળ મૂકશો તે હું કબૂલ રાખીશ.” અને આશૂરના રાજાએ યહૂદિયાના રાજા હિઝકિયાને માથે ત્રણસો તાલંત રૂપાની તથા ત્રીસ તાલંત સોનાની ખંડણી કરાવી.


તેઓનું ન સાંભળો; બાબિલના રાજાની સેવા કરશો, તો તમે જીવતા રહેશો. આ નગર શા માટે ઉજજડ થાય?


શું એ સર્વ લોકો મારા પેટમાં નીપજ્યા છે? શું મેં તેઓને જન્મ આપ્યો છે કે, તમે મને કહો છો કે જેમ પાળક પિતા પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે, તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા, તેમાં તેઓને ઊંચકીને લઈ જા?


જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.


એ માટે અમારા વડીલો તથા અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને એમ કહ્યું, ‘મુસાફરીને માટે તમારા હાથમાં ભાથું લઈને તેઓને મળવા જાઓ, ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ.’ અને હવે તમે અમારી સાથે કોલકરાર કરો.


અને તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તો તારા દાસ છીએ.” અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો?”


Lean sinn:

Sanasan


Sanasan