Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ તેઓએ અતિશય ભયભીત થઈને કહ્યુ, ”જુઓ, બે રાજાઓ યેહૂ સામે ટકી ન શક્યા, તો આપણે કેમ કરી ટકી શકીશું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 સમરૂનના અધિકારીઓએ ગભરાઈ જઈને કહ્યું, “યોરામ રાજા કે અહાઝયા યેહૂનો સામનો ન કરી શક્યા, તો આપણે કેવી રીતે તેનો સામનો કરી શકવાના છીએ?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તેઓએ અતિશય ગભરાઈને કહ્યું, “જુઓ, બે રાજાઓ યેહૂની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરીને ટકી શકીશું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પણ તેઓ અતિશય ભયભીત થઈ ગયા અને બોલ્યા, “બબ્બે રાજાઓ તેની સામે ટકી ન શકયા, તો પછી આપણે કેમ કરી ટકી શકીશું?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:4
8 Iomraidhean Croise  

તમારા ધણીના દીકરાઓમાંના સૌથી શ્રેષ્ઠ તથા સૌથી યોગ્યને પસંદ કરીને તેને તેના પિતાના રાજ્યાસન પર બેસાડીને તમારા ધણીના ઘરને માટે યુદ્ધ કરજો.”


પછી યેહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું, તે બાણ તેના હ્રદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું, ને તે રથમાં ઢળી પડ્યો.


પણ યહૂદિયાનો રાજા અહાઝ્યા એ જોઈને બેથ-હાગ્ગાનને માર્ગે નાસવા લાગ્યો. યેહૂએ તેની પાછળ પડીને કહ્યું, “તેને પણ રથમાં બેઠેલો મારો.” તેથી યિબ્લામ પાસેના ગૂરના ઘાટ આગળ [તેઓએ તેને માર્યો] તે મગિદ્દોમાં નાસી ગયો, ને ત્યાં મરણ પામ્યો.


તારો હાથ તેના ઉપર મૂકી જો; [ત્યારે જે] યુદ્ધ થાય તેનું સ્મરણ કરીને તું ફરી એવું ન કરીશ.


મારામાં ક્રોધ નથી; યુદ્ધમાં ઝાંખરાં તથા કાંટા મારી સામે હોત તો કેવું સારું! તો તેમની સામે કૂચ કરીને હું તેઓને એકત્ર બાળી નાખત.


જુઓ, સિંહ યર્દનના પૂરથી ચઢી આવે તેમ તે કાયમના રહેઠાણ પર ચઢી આવશે; પણ હું તેને ઓચિંતો ત્યાંથી નસાડીશ. અને જેને મેં પસંદ કર્યો છે તેને હું તેના પર ઠરાવીશ; કેમ કે મારા જેવો કોણ છે? અને મારે માટે મુદત કોણ ઠરાવે? અને મારી સામે ઊભો રહે એવો ઘેટાંપાળક કોણ છે?


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


અથવા ક્યો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતાં પહેલાં બેસીને વિચાર નહિ કરે કે, જે વીસ હજાર [સૈનિકો] લઈને મારી સામે આવે છે, તેની સામે હું દશ હજારથી થઈ શકીશ કે નહિ?


Lean sinn:

Sanasan


Sanasan