Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 10:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે [પોતાના માણસોને] કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેમને જીવતા પકડી લીધા, ને તેમને એટલે તે બેતાળીસ માણસોને કાતરણીના ઘરના ટાંકા આગળ મારી નાખ્યા. તેણે તેમાથી કોઈને જીવતો રહેવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 યેહૂએ તેના માણસોને હુકમ કર્યો, “તેમને જીવતા જ પકડો!” તેમણે તેમને પકડયા અને ત્યાં બેથ-એકેદમાં એક ટાંકા પાસે તેમને મારી નાખ્યા. તેઓ સઘળા મળીને બેંતાળીસ હતા, અને તેમાંનું એકેય જીવતું રહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યેહૂએ પોતાના માણસોને કહ્યું, “તેમને જીવતા પકડો.” તેથી તેઓએ તેઓને જીવતા પકડી લીધા અને સર્વ બેતાળીસ માણસોને કાતરણીના બેથ એકેદ કૂવા આગળ મારી નાખ્યા. તેણે તેમાંના એકને પણ જીવતો રહેવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 યેહૂએ કહ્યું, “એ લોકોને જીવતા કેદ પકડો.” તેમને જીવતા પકડવામાં આવ્યા પછી, ત્યાં જે ખાડો હતો તેની પાસે તેમને મારી નાખવામાં આવ્યા. એ લોકો 42 હતા, તેમને એકને પણ જીવતો જવા ન દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 10:14
11 Iomraidhean Croise  

તેણે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય, તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય, તોપણ તેઓને જીવતા પકડો.”


પછી તે ઊઠીને ચાલ્યો ગયો, ને સમરુનમાં આવ્યો. અને યેહૂ માર્ગમાં ભરવાડોના કાતરણીના ઘર આગળ પહોંચ્યો,


ત્યારે તેને યહૂદિયાના રાજા અહાઝ્યાના ભાઇઓનો ભેટો થયો, ને [તેણે તેમને] પૂછયું, “તમે કોણ છો?” તેઓએ ઉત્તર આપ્યો, “અમે અહાઝ્યાના ભાઈઓ છીએ. અને અમે રાજપુત્રોને તથા રાણીપુત્રોને સલામ કરવા જઈએ છીએ.”


તે ત્યાંથી વિદાય થયો. પછી રેખાબનો દીકરો યહોનાદાબ તેની સામો આવતો અચાનક તેને મળ્યો. યેહુએ તેને સલામ કરીને તેને કહ્યું, “જેમ મારું હ્રદય તારા હ્રદય પ્રત્યે શુદ્ધ છે, તેમ શું તારું હ્રદય છે?” યહોનાદાબે ઉત્તર અપ્યો કે, છે. [યેહૂએ કહ્યું,] “જો એમ હોય તો મને તારો હાથ આપ.” તેણે પોતાનો હાથ તેને આપ્યો; એટલે તેણે તેને પોતાની પાસે રથમાં ઊંચકી લીધો.


પછી યેહૂએ તેમના પર બીજો પત્ર લખ્યો, “જો તમે મારા પક્ષના હો, ને મારું સાંભળવા ઇચ્છતા હો, તો તે માણસોનાં, એટલે તમારા ધણીના દીકરાઓનાં, માથા લઈને કાલે આશરે આ સમયે મારી પાસે યિઝ્એલ આવજો.” તે સિત્તેર રાજપુત્રો નગરના મુખ્ય પુરુષોના હવાલામાં હતા.


હવે અહાઝ્યાની મા અથાલ્યાએ જોયું કે પોતાનો દીકરો મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને આખા રાજવંશનો નાશ કર્યો.


આહબના ઘરનાંએ કર્યું તેમ તે ઇઝરાયલના રાજાઓને માર્ગે ચાલ્યો, કેમ કે આહાબની દીકરી સાથે પરણ્યો હતો. તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું.


આહાઝ્યાની મા અથાલ્યાને ખબર પડી કે, પોતાનો પુત્ર મરણ પામ્યો છે, ત્યારે તેણે ઊઠીને યહૂદિયાના કુટુંબના સર્વ રાજકુંવરોનો નાશ કર્યો.


જ્યારે યેહુ આહાબના કુટુંબ પર ઈશ્વરના ન્યાયાસનનપો અમલ કરતો હતો ત્યારે યહૂદિયાના સરદારો તથા અહાઝયાના ભાઇઓના પુત્રો અહાઝ્યાની સેવા કરતા તેને મળ્યાં, તેણે તેઓને મારી નાખ્યાં.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan