Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અહાઝ્યા સમરુનમાં પોતાના માળ પરની ઓરડીની જાળીમાંથી પડી જવાથી માંદો પડ્યો હતો. અને તેણે સંદેશિયાઓને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આ માંદગીમાંથી હું સાજો થઈશ કે નહિ તે વિષે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 ઇઝરાયલનો રાજા અહાઝયા સમરૂનમાંના તેના મહેલના ઉપલા માળના ઝરુખામાંથી ગબડી પડયો અને તે ગંભીર રીતે ઘવાયો. તેથી પોતે સાજો થશે કે નહિ તે જાણવા માટે તેણે કેટલાક સંદેશકોને પલિસ્તી નગર એક્રોનના દેવ બઆલ- ઝબૂલને પૂછવા મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અહાઝયાહ સમરુનમાં તેના ઉપરના ઓરડાની બારીમાંથી નીચે પડી જવાથી તે બીમાર પડ્યો હતો. તેથી તેણે સંદેશાવાહકોને મોકલીને કહેવડાવ્યું કે, “જઈને એક્રોનના દેવ બઆલ-ઝબૂબ ને પૂછો કે, શું હું આ બીમારીમાંથી સાજો થઈશ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જયારે અહાઝયા સમરૂનમાં તેના મહેલના ઉપરના ખંડમાં હતો અને ઝરૂખામાંથી પડી ગયો હતો, અને પથારીવશ હતો. ત્યારે ઇજા પામ્યા પછી તેણે પોતાના માંણસોને, એક્રોનના દેવ બઆલ-ઝબૂબ પાસે એમ કહીને મોકલ્યા કે, “જાણી આવો કે હું આ માંદગીમાંથી સાજો થઈશ?”

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:2
25 Iomraidhean Croise  

કારણ કે તેઓએ મને ત્યાગીને સિદોનીઓની દેવી આશ્તોરેથને, તથા મોઆબના દેશ કમોથને તથા આમ્મોનપુત્રોના દેવ મિલ્કોમને પૂજ્યાં‌ છે, અને તેના પિતા દાઉદની જેમ મારી ર્દષ્ટિમાં જે ખરું હતું તે કરીને, તથા મારા વિધિઓ ને મારા હુકમો [પાળીને] મારા માર્ગોમાં તેઓ ચાલ્યા નથી.


તારી સાથે દશ રોટલી, ખાખરા તથા મધની કૂંડી લઈને તેની પાસે જા, છોકરાને શું થવાનું છે, તેની ખબર તે તને આપશે.”


અને એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. માટે રાજાએ પોતાના સારથિને કહ્યું, “તારો હાથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા; કેમ કે મને કારી ઘા લાગ્યો છે.”


અને આહાબ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, અને તેના દીકરા અહાઝ્યાએ તેને સ્થાને રાજ કર્યું.


એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’”


પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?


તેઓએ તેને કહ્યું, એક માણસ અમને મળવા અમારી સામે આવ્યો, તેણે અમને કહ્યું કે, જાઓ, જે રાજાએ તમને મોકલ્યા છે તેની પાસે જઈને તેને કહો કે, યહોવા એમ કહે છે કે, ‘શુ ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તું એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા મોકલે છે? માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠશે નહિ, પણ નક્કી મરણ પામશે.’”


અને તેમના ઈશ્વર યહોવાની સર્વ આજ્ઞાઓનો ત્યાગ કરીને તેઓએ પોતાને માટે ઢળેલી મૂર્તિઓ, એટલે બે વાછરડા, બનાવ્યા હતા, અશેરા [મૂર્તિ] ઊભી કરી હતી, ને આકાશના સર્વ જ્યોતિમંડળની ભક્તિ કરી હતી, ને બાલની સેવા કરી હતી.


શું તે દુરાચારીઓને માટે વિપત્તિ, અને અન્યાય કરનારાઓને માટે આફત નથી?


મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.


મિસરની હિંમત તેમાંથી જતી રહેશે; અને તેની મસલત હું વ્યર્થ કરીશ; તેઓ મૂર્તિઓની પાસે, ઈલમીઓની પાસે, ભૂવાઓની પાસે તથા જાદુગરોની પાસે જઈને પ્રશ્ન પૂછશે.


[હે પ્રભુ,] તમે તમારા લોકોને, એટલે યાકૂબનાં સંતાનોને તજી દીધાં છે; કારણ કે તેઓ પૂર્વ [તરફના દેશો] ના રીતરિવાજોમાં મશગૂલ, અને પલિસ્તીઓની જેમ ધંતરમંતર કરનારા થયા છે, તેઓ પારકાનાં સંતાન સાથે મિત્રાચારી રાખે છે.


જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?


ને તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, માત્ર માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર-હતા; માટે તેઓએ તેમનો નાશ કર્યો છે.


ચેલો પોતાના ગુરુ સરખો હોય, ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે જ ઘણું છે. જો ઘરના ઘણીને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે?


અને જે શાસ્‍ત્રીઓ યરુશાલેમથી આવ્યા હતા તેઓએ કહ્યું, “તેનામાં બાલઝબૂલ છે, ને દુષ્ટાત્માઓના સરદારની [મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”


પણ તેઓમાંના કેટલાકે કહ્યું, “દુષ્ટાત્માઓના સરદાર બાલઝબૂલ [ની મદદ] થી તે દુષ્ટાત્માઓને કાઢે છે.”


બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં પડ્યો હતો. અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી તે [જુવાન] ત્રીજા માળથી નીચે પડ્યો, અને તેઓએ તેને મરણ પામેલો ઉપાડ્યો.


અને તે સીમા ઉત્તર તરફ એક્રોનની બાજુએ ગઈ; અને શિક્કરોન સુધી તે સીમા દોરેલી હતી, ને આગળ વધીને બાલા પર્વત સુધી તે ગઈ, ને યાબ્નએલ સુધી પહોંચી; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો.


તારો દેવ કમોશ તને જે વતન આપે છે, તે વતન શું તુમ નહિ લે? તેમ અમારા ઈશ્વર યહોવાએ જેઓને અમારે માટે વતનહીન કર્યા છે, તેઓનું વતન અમે લઈશું.


સીસરાની માએ બારીમાંથી જોયું, અને જાળીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું, ‘તેના રથને આવતાં આટલી વાર કેમ? તેના રથના પૈડાં કેમ વિલંબ કરે છે?’


તેથી તેઓએ ઈશ્વરના કોશને એક્રોનમાં મોકલ્યો. ઈશ્વરનો કોશ એક્રોનમાં આવ્યો ત્યારે એમ થયું કે, એક્રોનીઓએ બૂમ પાડી, “તેઓ અમારો તથા અમારા લોકનો સંહાર કરવાને ઇઝરાયલના ઈશ્વરનો કોશ અમારી પાસે લાવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan