૨ રાજા 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એમ યહોવાનું જે વચન એલિયા બોલ્યો હતો, તે પ્રમાણે રાજા મરણ પામ્યો. અને તેની જગાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામનએ બીજે વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો.કેમ કે તેને દીકરો ન હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પ્રભુએ એલિયા મારફતે સંદેશ પાઠવ્યો હતો તેમ અહાઝયા મૃત્યુ પામ્યો. અહાઝયાને પુત્ર નહોતો, તેથી તેના પછી તેનો ભાઇ યોરામ, યહોશાફાટના પુત્ર અને યહૂદિયાના રાજા યહોરામના અમલના બીજા વર્ષમાં રાજા બન્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેથી જેમ એલિયાએ ઈશ્વરના વચન પ્રમાણે કહ્યું હતું તેમ અહાઝયાહ રાજા મરણ પામ્યો. તેની જગ્યાએ યહૂદિયાના રાજા યહોશાફાટના દીકરા યહોરામને બીજે વર્ષે યોરામ રાજ કરવા લાગ્યો, કેમ કે તેને દીકરો ન હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 અને જેમ એલિયાએ કહ્યું હતું તેમ યહોવાના શબ્દો સાચા પડ્યાં અને રાજા મૃત્યુ પામ્યો. તેને પુત્ર નહતો એટલે તેનો ભાઈ યહોરામ ઇસ્રાએલીઓનો રાજા બન્યો. યહૂદાના રાજા યહોરામ જે યહોશાફાટનો પુત્ર હતો-તેના શાસનના બીજા વર્ષમાં આ બન્યું. Faic an caibideil |