૨ રાજા 1:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એલિયાએ રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘શું ઈશ્વરવાણી મારફતે સલાહ પૂછવા માટે ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તેં એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા સંદેશિયા મોકલ્યા છે? તે માટે જે પલંગ પર તું સૂતો છે તે પરથી તું ઊઠીશ નહિ, પણ નક્કી મરણ પામશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 અને તેને કહ્યું, “પ્રભુ આમ કહે છે: જેમનો સંપર્ક સાધીને પૂછી શકાય એ ઈશ્વર ઇઝરાયલમાં નથી કે તેં એક્રોનના દેવ બઆલને પૂછવા સંદેશકો મોકલ્યા? તો હવે તું સાજો થવાનો નથી; પણ નક્કી મૃત્યુ પામશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી એલિયાએ અહાઝયાહને કહ્યું, “ઈશ્વર એવું કહે છે કે, ‘તેં એક્રોનના દેવ બઆલ-ઝબૂબને પૂછવા સંદેશાવાહકો મોકલ્યા છે શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે જેને તું સલાહ પૂછી શકે છે? તેથી હવે, તું જે પલંગ પર સૂતો છે તે પરથી તારાથી ઉઠાશે નહિ; પણ તું નિશ્ચે મરણ પામશે.’” Faic an caibideilપવિત્ર બાઈબલ16 અને બોલ્યો, “આ યહોવાનાં વચન છે: કારણ કે ‘તેં એક્રોનના દેવ બઆલઝબૂબને પ્રશ્ર્ન કરવા સંદેશવાહકો મોકલ્યા હતા, તેથી તું હમણા જે પથારીમાં પડયો છે તેમાંથી ઊઠવાનો નથી, તું ચોક્કસપણે મરી જશે.’” Faic an caibideil |