Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૨ રાજા 1:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યહોવાના દૂતે એલિયાને કહ્યું, “એની સાથે નીચે ઊતર; એનાથી બીતો નહિ.” અને એલિયા ઊઠીને એની સાથે નીચે ઊતરીને રાજા પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે જા; ગભરાઈશ નહિ.” તેથી એલિયા તે અધિકારી સાથે રાજા પાસે ગયો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી ઈશ્વરના દૂતે એલિયાને કહ્યું, “તેની સાથે નીચે જા. તેનાથી બીશ નહિ.” માટે એલિયા ઊઠીને તેની સાથે રાજા પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવાના દૂતે એલિયાને કહ્યું કે, “એની સાથે જા, ગભરાઈશ નહિ.” તે તેની સાથે રાજા પાસે ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૨ રાજા 1:15
11 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


એલિયાએ કહ્યું, “સૈન્યોના યહોવા કે જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના સમ કે, હું નક્કી આજે તેને મળીશ.”


જુઓ, અગ્નિએ આકાશમાંથી ઊતરીને પહેલા પચાસ પચાસના બે જમાદારોને તેઓના પચાસ પચાસ [સિપાઈઓ] સહિત ભસ્મ કર્યાં છે; પણ હવે મારો જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”


પણ યહોવાના દૂતે તિશ્બી એલિયાને કહ્યું, “ઊઠ, સમરુનના રાજાના સંદેશિયાઓને મળવા માટે જા, ને તેમને કહે કે, શું ઇઝરાયલમાં ઈશ્વર નથી કે, તમે એક્રોનના દેવ બાલઝબૂલને પૂછવા જાઓ છો?


યહોવા મારું અજવાળું તથા મારું તારણ છે; હું કોનાથી બીઉં? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે; મને કોનું ભય લાગે?


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


એ માટે તું તારી કમર બાંધીને ઊઠ, તથા જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહે. તેમને લીધે તું ગભરાઈશ નહિ, રખેને તેઓની આગળ હું તને ગભરાવું.


હું આ લોકોને માટે તને પિત્તળની મજબૂત ભીંતરૂપ કરીશ. તેઓ તારી સામે લડશે, પણ તને જીતશે નહિ; કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા માટે હું તારી સાથે છું, એમ યહોવા કહે છે.


હે મનુષ્યપુત્ર, જો કે તને ઝાંખરા તથા કંટાળાનો સંગ થાય, ને વીછુઓમાં તારે રહેવું પડે, તોપણ તારે તેઓથી બીવું નહિ, ને તેમના શબ્દોથી પણ ડરવું નહિ. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તેઓના શબ્દોથી તારે બીવું નહિ, ને તેઓના ચહેરાથી ગભરાવું નહિ.


અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્‍નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.


વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો, રાજાના ક્રોધથી તે બીધો નહિ; કેમ કે જાણે તે અદશ્યને જોતો હોય એમ તે અડગ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan