Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 યોહાન 1:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ શાહીથી કાગળ પર લખવાની મારી ઇચ્છા નથી. પણ તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે તમારી પાસે હાજર થઈને મોઢામોઢ વાત કરવાની હું આશા રાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મારે તમને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. મારે તો તમારી મુલાકાત લેવી છે અને તમને રૂબરૂ મળવાની ઇચ્છા છે, જેથી આપણો આનંદ સંપૂર્ણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મારે તમને લખવાનું તો ઘણું છે, તોપણ કાગળ તથા શાહીથી લખવું એવી મારી ઇચ્છા નથી, પણ તમારો આનંદ સંપૂર્ણ થાય માટે તમારી મુલાકાત લઈને રૂબરૂ વાત કરવાની હું આશા રાખું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મારી પાસે તમને કહેવાનું ઘણુ છે. પરંતુ મારી ઈચ્છા કાગળ અને શાહીનો ઉપયોગ કરવાની નથી. તેને બદલે, તમારી મુલાકાત કરવાની હું આશા રાખું છું. પછી આપણે ભેગા મળીને વાતો કરી શકીશું, જે આપણને વધારે આનંદિત બનાવશે.

Faic an caibideil Dèan lethbhreac




2 યોહાન 1:12
15 Iomraidhean Croise  

હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”


તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, એ માટે મેં તમને એ વચનો કહ્યાં છે.


હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તમે તે ખમી શકતા નથી.


હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.


પણ હવે હું તમારી પાસે આવું છું. અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય, માટે હું જગતમાં એ વાતો કહું છું.


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


માટે જ્યારે હું સ્પેન જઈશ [ત્યારે હું તમારી પાસે આવીશ.] (કેમ કે મને આશા છે કે ત્યાં જતાં હું તમને મળીશ, અને પ્રથમ તમારા સહવાસથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવાને તમારી પાસેથી વિદાયગીરી લઈશ.)


તારાં આંસુઓ સંભારતાં હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે [તને જોઈને] હું આનંદથી ભરપૂર થાઉં.


વળી મારે માટે ઉતારો તૈયાર રાખજે, કેમ કે હું આશા રાખું છું કે તમારી પ્રાર્થનાઓદ્વારા મારું તમારી પાસે આવવવાનું થશે.


એ પ્રમાણે કરવાને હું તમને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું, એ માટે કે હું તમારી પાસે વહેલો પાછો આવું.


આપણો ભાઈ તિમોથી છૂટો થયેલો છે એ તમે જાણજો. જો તે વહેલો આવશે, તો હું તેની સાથે આવીને તમને મળીશ.


અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.


એ માટે જો હું આવીશ તો તે જે કામો કરે છે તે [કામો] ને હું યાદ કરાવીશ. તે અમારી વિરુદ્ધ ભૂંડું બોલીને બકબક કરે છે, અને એટલેથી સંતુષ્ટ ન થઈને, તે પોતે ભાઈઓનો અંગીકાર કરતો નથી. તેમ જ જેઓ એમ કરવાની ઇચ્છા રાખે છે તેઓને તે અટકાવે છે, અને મંડળીમાંથી તેઓને બહિષ્કૃત કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan