Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 કમને કે ફરજ પડયાથી નહિ, પણ દરેકે પોતે નક્કી કર્યા પ્રમાણે જ આપવું. કારણ, આનંદ સહિત આપનારને ઈશ્વર ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી નક્કી કર્યું છે, તે પ્રમાણે તેણે આપવું; પરાણે નહિ, ફરજિયાત પણ નહિ; કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દરેક વ્યક્તિએ તેના હૃદયમાં નક્કી કર્યુ હોય તેટલું આપવું જોઈએ. જો આપવાથી વ્યક્તિ વ્યથિત થતી હોય તો તેણે ન આપવું જોઈએ. અને વ્યક્તિએ તો પણ ન આપવું જોઈએ જો તેને એમ લાગે કે તેને આપવા માટે ફરજ પાડવામાં આવી છે. જે સહર્ષ આપે છે તે વ્યક્તિને દેવ ચાહે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:7
17 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.


યહોવાને માટે તમારામાંથી અર્પણ લો. જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે:એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ;


ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે.


ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.


ત્યાર પછી મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, ને ધૂર્ત્ત ઉદાર કહેવાશે નહિ.


પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.


કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ, તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે, ’ એ પ્રભુ ઈસુનું વચન જે તેમણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.”


અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


તારે તારાં ઘેટાંબકરાંમઆંથી, ને તારા ખળામાંથી, ને તારા દ્રાક્ષાકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવા તારા ઈશ્વરે તને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તારે તેને આપવું.


પણ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યા વિના કંઈ કરવાની મારી ઇચ્છા નહોતી.


ભાઈઓ, તમારો ન્યાય કરવામાં ન આવે માટે એકબીજાની સામે બડબડાટ ન કરો જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભો રહે છે.


જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો.


Lean sinn:

Sanasan


Sanasan