Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ આટલું [તો ખરું છે] કે, જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી; અને જે ઉદારતાથી વાવે છે, તે લણશે પણ ઉદારતાથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 આ વાત યાદ રાખો: જે માણસ થોડાં બીજ વાવે છે, તેનો પાક પણ થોડો જ થાય છે. પણ જે માણસ ઘણાં બીજ વાવે છે, તેને ત્યાં મબલક પાક ઊતરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એ તો ખરું છે કે, જે કંજૂસાઈથી વાવે છે, તે લણશે પણ કંજૂસાઈમાં; અને જે ઉદારતાથી વાવે છે; તે ઉદારતાથી લણશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આટલું યાદ રાખજો-જે વ્યક્તિ અલ્પ વાવે છે તે અલ્પ લણે છે. પરંતુ જે વ્યક્તિ અધિક વાવે છે તે અધિક લણે છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:6
20 Iomraidhean Croise  

દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે].


ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.


ઉદાર દષ્ટિના માણસ પર આશીર્વાદ ઊતરશે; કેમ કે તે પોતાના અન્‍નમાંથી દરિદ્રીને આપે છે.


તારું અન્ન પાણી પર નાખ, કેમ કે ઘણા દિવસો પછી તે તને [પાછું] મળશે.


સવારમાં બી વાવ, ને સાંજે તારો હાથ પાછો ખેંચી ન રાખ; કેમ કે આ સફળ થશે કે, તે સફળ થશે તે તું જાણતો નથી.


આપો ને તમને અપાશે; સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઊભરાતું તમારા ખોળામાં તેઓ [ઠાલવી] દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”


એટલે મારા કહેવાનો અર્થ એ છે કે, તમારામાંનો કોઇ કહે છે, “હું તો પાઉલનો છું”; [કોઈ કહે છે,] “હું તો આપોલસનો”, [કોઈ કહે છે] ”હું તો કેફાનો;” અને [કોઈ કહે છે] “હું તો ખ્રિસ્તનો છું.”


પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.


પણ ભાઈઓ, હું એ કહું છું કે સમય થોડો રહેલો છે, માટે જેઓ પરણેલા તેઓ હવેથી વગર પરણેલા જેવા થાય.


હવે જે વાવનારને માટે બી તથા ખોરાકને માટે રોટલી પૂરાં પાડે છે, તે તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે, અને તમારા ન્યાયીપણાનાં ફળની વૃદ્ધિ કરશે.


ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે.


હવે હું આ કહું છું કે, જે કરાર ઈશ્વરે અગાઉથી નકકી કરેલો હતો તેને ચારસો ત્રીસ વરસ પછી થયેલો નિયમ રદ કરીને તેમનું વચન વૃથા કરી શકતો નથી.


પણ હું કહું છું કે, આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.


એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા વિદેશીઓ પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો.


કોઈ માણસ મનોહર વાતોથી તમને ન ભુલાવે માટે હું એ કહું છું.


કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વીસરે એવા અન્યાયી નથી.


Lean sinn:

Sanasan


Sanasan