Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે, અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સર્વને માટે તમે પુષ્કળ દાન આપ્યાં છે, તેને લીધે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 એ સેવા દ્વારા તમે ખ્રિસ્તના સંદેશાની કરેલી કબૂલાત પ્રમાણે તેને આધીન રહો છો એનો પુરાવો મળ્યાથી અને તમારી અન્ય સૌ પ્રત્યે દાખવેલી ઉદારતાને કારણે તેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એટલે આ સેવાના પુરાવાથી, તેઓ, ખ્રિસ્તની સુવાર્તાની તમારી કબૂલાત પ્રત્યેની આધીનતા માટે તથા તેઓને માટે તથા સર્વને માટે તમારા દાનની પુષ્કળતાને માટે, ઈશ્વરનો મહિમા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આ સેવા જે તમે કરો છો તે તમારા વિશ્વાસની સાબિતી છે. આ માટે લોકો દેવની સ્તુતિ કરે છે કારણ કે તમે ખ્રિસ્તની સુવાર્તાને અનુસર્યા; એ સુવાર્તા કે જેમાં તમને વિશ્વાસ છે. લોકો દેવની સ્તુતિ કરશે કારણ કે તમે મુક્ત રીતે તેમની સાથે અને બધા લોકોની સાથે ભાગીદારી કરી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 9:13
27 Iomraidhean Croise  

જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્‍તુતિ કરે.


અને તે જોઈને લોકો ભયભીત થયા, ને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમની સ્તુતિ કરી.


તમે મને ‘પ્રભુ, પ્રભુ, ‘કેમ કહો છો, અને હું જે કહું છું તે કરતા નથી?


તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને [એથી] તમે મારા શિષ્યો થશો.


આ વાતો સાંભળીને તેઓ છાના રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતાં કહ્યું, “ઈશ્વરે વિદેશીઓને પણ પશ્ચાત્તાપ [કરવાનું મન] આપ્યું છે કે તેઓ જીવન પામે.”


તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા.


પણ બધાંએ તે સુવાર્તા માની નહિ, કેમ કે યશાયા કહે છે, “હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?


અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.


હું યહૂદિયામાંના અવિશ્વાસીઓ [ના હુમલા] થી બચી જાઉં, અને યરુશાલેમ જઈને સંતોને માટે જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે.


તે [મર્મ] ના પ્રકટીકરણ પ્રમાણે, મારી સુવાર્તા, એટલે ઈસુ ખ્રિસ્‍ત વિષેના ઉપદેશ પ્રમાણે તમને દઢ કરવાને જે શક્તિમાન છે,


અમે વિતંડાવાદોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ.


હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.


તેઓએ [પોતાની] આ [ઉદારતારૂપી] કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીજીથી અમારી વિનંતી કરી.


તમારા પર ઈશ્વરની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારે માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે.


અને મારે લીધે તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી.


વિશ્વાસની સારી લડાઈ લડ, અનંતજીવન ધારણ કર. એને માટે તને તેડવામાં આવ્યો છે, અને એને વિષે તેં ઘણા સાક્ષીઓની સમક્ષ સારી કબૂલાત કરી છે.


જે ઈશ્વર સર્વને સજીવન કરે છે તેમની આગળ તથા ઈસુ ખ્રિસ્ત, જેમણે પોંતિયસ પિલાતની આગળ સારી કબૂલાત કરી, તેમની સમક્ષ હું તને આગ્રહપૂર્વક ફરમાવું છું કે,


આપણે આપણી આશાની કબૂલાત દઢ પકડી રાખીએ, કેમ કે જેમણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે.


વળી ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહિ, કેમ કે એવા યજ્ઞથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે.


એ માટે, ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય આમંત્રણના ભાગીદાર, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખયાજક ઈસુ પર લક્ષ રાખો.


તો આકાશમાં લઈને જે પાર ગયેલા છે, એવા મોટા પ્રમુખયાજક, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દઢતાથી પકડી રાખીએ;


અને પરિપૂર્ણ થઈને તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને માટે અનંત તારણનું કારણ થયા.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજ તેં ક્યાં કણસલાં વીણ્યા? અને તેં ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદષ્ટિ કરી તે આશીર્વાદિત હો.” જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિષે પોતાની સાસુને વિદિત કરતાં તેણે કહ્યું, “જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.”


Lean sinn:

Sanasan


Sanasan