Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 8:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તે ધનવાન છતાં તમારે લીધે દરિદ્રી થયા, એ માટે કે તમે તેમની દરિદ્રતાથી ધનવાન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 કારણ, તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની તો ખબર છે: તે તો ધનવાન હતા, છતાં તમારે માટે તે ગરીબ બન્યા; જેથી તેમની ગરીબાઈથી તમે ધનવાન બનો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે, તેઓ ધનવાન હોવા છતાં તમારે માટે નિર્ધન થયા, કે જેથી તમે તેમની ગરીબીથી ધનવાન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી તમે જ્ઞાત છો. તમે જાણો છો કે દેવ સાથે ખ્રિસ્ત સમૃદ્ધ હતો; પરંતુ તમારા માટે તે દીન બન્યો. તેના દરિદ્રી થવાથી તમે સમૃદ્ધ બનો તેથી ખ્રિસ્તે આમ કર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 8:9
43 Iomraidhean Croise  

તે તો તેની સમક્ષ ફણગાની જેમ, તથા સૂકી ભૂમિમાંની જડની જેમ ઊગ્યો; તેનામાં કંઈ સૌદર્ય નહોતું, ને લાવણ્ય નહોતુમ; આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ.


જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું [પ્રભાતના] તેજ સમું પ્રદીપ્ત નહિ થાય, અને યરુશાલેમનું તારણ સળગતી મશાલની જેમ પ્રદીપ્ત નહિ થાય, ત્યાં સુધી હું છાનો રહીશ નહિ, અને હું વિશ્રામ લઈશ નહિ.


યહોવા કહે છે, “જેમ ઝૂમખામાં નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, ‘તેનો નાશ કરશો નહિ, કેમ કે તેમાં આશીર્વાદ છે, ’ એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તેઓ સર્વનો નાશ ન થાય.


તોપણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ, અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તને નાણું મળશે, તે લઈને મારે ને તારે માટે તેઓને આપ.”


જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


ત્યારે ઈસુ તેને કહે છે, “લોંકડાંને દર હોય છે, ને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, ને માણસના દીકરાને માથું ટેકવવાનું ઠામ નથી.”


શું એ સુથાર નથી? શું એ મરિયમનો દીકરો, યાકૂબ તથા યોસે તથા યહૂદા તથા સિમોનનો ભાઈ નથી? શું એમની બહેનો અહીં આપણી પાસે નથી? અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી.


માટે જો અન્યાયી દ્રવ્ય સંબંધી તમે વિશ્વાસુ થયા ન હો, તો ખરું [દ્રવ્ય] તમને કોણ સોંપશે?


અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લૂગડામાં લપેટીને ગભાણમાં સૂવાડ્યો, કારણ કે તેઓને માટે ધર્મશાળામાં કંઈ જગા ન હોતી.


હેરોદના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના, સુસાન્‍ના તથા બીજી ઘણી સ્‍ત્રીઓ જેઓ પોતાના પૈસામાંથી તેમની સેવા કરતી હતી તેઓ પણ [તેમની સાથે] હતી.


ઈસુએ તેને કહ્યું, “લોંકડાને દર હોય છે, અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે. પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામઠેકાણું નથી.”


તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્‍ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ.


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


ઈસુએ ઉત્તર આપ્યો, “એ વાણી મારે માટે નહિ, પણ તમારે માટે થઈ છે.


જે પિતાનાં છે, તે સર્વ મારાં છે. અને તેટલા માટે મેં કહ્યું કે, મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે.


તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું.


હવે જો તેઓનું પડવું જગતને સંપત્તિરૂપ થયું છે, અને તેઓની હાનિ વિદેશીઓને સંપત્તિરૂપ થઈ છે, તો તેઓનો સંપૂર્ણ [ઉદ્ધાર] કેટલો બધો અધિક [સંપત્તિરૂપ] થશે?


કેમ કે ખ્રિસ્ત પોતે પણ પોતાની મરજી પ્રમાણે કરતા નહોતા; પણ લખ્યા પ્રમાણે [તેમને થયું] , એટલે, “તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.”


પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.


જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?


ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારે વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું,


પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો. ?? ?? ?? ?? 1


શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા [છીએ]. દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા [છીએ]. નાદાર જેવા છતાં સર્વસંપન્‍ન છીએ.


જેથી આપણા પરની તેમની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત્તિ બતાવે.


અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.


હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,


તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.


તેઓ ભલું કરે, ઉત્તમ કામોરૂપી સમૃદ્ધિ મેળવે, અને ઉદાર તથા પરોપકારી થાય.


તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.


મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા માટે, તથા ઈશ્વરે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા માટે ઈશ્વરે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યાં?


હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું.


જે જીતે છે તેને એ [સર્વ] નો વારસો મળશે, હું તેનો ઈશ્વર થઈશ, અને તે મારો પુત્ર થશે.


એ માટે હું તને એવી સલાહ આપું છું કે, તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે; અને તું વસ્‍ત્ર પહેરે, ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઊજળાં વસ્‍ત્ર વેચાતાં લે. અને તું દેખતો થાય, માટે અંજન [વેચાતું] લઈને તારી આંખોમાં આંજ.


Lean sinn:

Sanasan


Sanasan