Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, યથાશક્તિ, બલકે શક્તિ ઉપરાંત પણ, તેઓએ પોતાની ખુશીથી [આપ્યું].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેમણે જેટલું આપી શકાય તેટલું, બલ્કે, તેથી વિશેષ આપ્યું. હું એનો સાક્ષી છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે હું સાક્ષી પૂરું છું કે, તેઓએ પોતાની શક્તિ પ્રમાણે, બલકે શક્તિ ઉપરાંત દાનો, પોતાની ખુશીથી આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હું તમને કહી શકુ કે તેઓમાં જેટલી શક્તિ હતી, જે તેઓએ અર્પણ કર્યુ તે તેઓને પોષાય તેના કરતાં પણ વધુ તેઓએ આપ્યું. આ સ્વૈચ્છિક રીતે કર્યુ. આમ કરવાને કોઈ વ્યક્તિએ તેમને કહ્યું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 8:3
22 Iomraidhean Croise  

તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો] , તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.


ઇઝરાયલી લોકો પોતાની રાજીખુશીથી યહોવાને માટે અર્પણ લાવ્યા; એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઇચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્‍ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કર્યું.


યહોવાને માટે તમારામાંથી અર્પણ લો. જે કોઈના મનમાં આપવાની ઇચ્છા હોય તે યહોવાને માટે અર્પણ લાવે:એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ;


જે તેનાથી બની શક્યું, તે તેણે કર્યું છે. દફનને માટે અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે.


ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈક મદદ મોકલવી.


કેમ કે હું તેઓ વિષે સાક્ષી પૂરું છું કે, ઈશ્વર ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે‍ વગરની છે.


હું આવું ત્યારે તમારે ઉઘરાણાં કરવા ન પડે, માટે [દર] અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના દરેકે પોતાની કમાણી પ્રમાણે [કંઈક] રાખી મૂકવું.


કેમ કે જો હું રાજીખુશીથી તે [કરું] , તો મને બદલો મળે છે, પણ જો રાજીખુશીથી ન [કરું] , તો મને કારભાર સોંપવામાં આવ્યો છે.


ત્યારે તે તમારી મુબારકબાદી કયાં [ગઈ] ? કેમ કે હું તમારે વિષે સાક્ષી આપું છું કે, જો બની શકત, તો તમે તમારી આંખો કાઢીને મને આપત.


કેમ કે જે પોતાની પ્રસન્‍નતા પ્રમાણે તમારામાં ઇચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો ઈશ્વર છે.


કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું.


વળી અમે તમારા પર બહુ મમતા રાખીને, તમને માત્ર ઈશ્વરની સુવાર્તા [પ્રગટ કરવાને જ] નહિ, પણ અમારા જીવો પણ આપવાને રાજી હતા, કારણ કે તમે અમને બહુ પ્રિય થઈ પડયા હતા.


પણ તારો ઉપકાર પરાણે નહિ, પણ રાજીખુશીથી થાય, એ માટે તારી મરજી જાણ્યા વિના કંઈ કરવાની મારી ઇચ્છા નહોતી.


જો કોઈ બોધ કરે, તો તેણે ઈશ્વરનાં વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે [સેવા] કરવી. જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર મહિમાવાન થાય. તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન.


ઈશ્વરનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો, અધ્યક્ષનું કામ ફરજ પડયાથી નહિ પણ ખુશીથી કરો, નીચ લોભને માટે નહિ, પણ હોંસથી કરો.


Lean sinn:

Sanasan


Sanasan