Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 7:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું. હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં મારું અંત:કરણ આનંદથી ઊભરાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મને તમારા પર ભરોસો હોવાથી હું તમારે માટે આવો ગર્વ ધરાવું છું! અમારાં સર્વ સંકટોમાં મને પુષ્કળ દિલાસો મળ્યો છે અને હું ખૂબ પ્રફુલ્લિત થયો છું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમારી સાથે વાત કરવામાં હું બહુ ખુલાસીને બોલું છું, મને તમારે વિષે બહુ ગૌરવ છે, હું દિલાસાથી ભરપૂર થયો છું, અમારી સર્વ વિપત્તિમાં હું આનંદથી ઝૂમી ઊઠું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમારા માટે હું નિશ્ચિતતા અનુભવું છું. હું તમારા માટે ઘણો ગર્વ અનુભવું છું. તમે મને ઘણી હિંમત આપી છે. અને અમારી બધી જ મુશ્કેલીઓમાં મને ઘણો આનંદ મળ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 7:4
27 Iomraidhean Croise  

તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.


અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને,


ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની જે કૃપા તમને આપવામાં આવી છે, તેને માટે હું તમારે વિષે મારા ઈશ્વરનો આભાર નિત્ય માનું છું,


અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા, તેમ અંત સુધી પણ માનશો કે, જેમ પ્રભુ ઈસુના દિવસોમાં તમે અમારા [અભિમાનનું કારણ છો] તેમ [તે દિવસોમાં] અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ, એવી હું આશા રાખું છું.


તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, તે વડે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.


કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને અર્થે નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને અર્થે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ હું શરમાઉં નહિ.


જાણે કે અમે નિર્બળ હોઈએ, એમ પોતાને વખોડનાર તરીકે હું આ બોલું છું. પણ જે કોઈ પણ બાબતમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું (આ તો હું મૂર્ખતાથી બોલું છું).


પણ ઈશ્વર, જે સદા અમને ખ્રિસ્તની વિજયકૂચમાં બંદીવાન કરીને દોરી જાય છે, અને અમારી મારફતે પોતાના જ્ઞાનની સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેમની સ્તુતિ થાઓ.


તેથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ.


માટે જો મેં તમારે વિષે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય, તો તેથી હું શરમાતો નથી. પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી, તેમ જે અભિમાન અમે તિતસની આગળ કર્યું તે અમારું [અભિમાન] સાચું પડયું.


એ માટે તમારા પ્રેમનું [પ્રમાણ] તથા તમારે વિષે અમારું અભિમાન કરવાનું પ્રમાણ, તેઓને મંડળીઓની આગળ બતાવી આપો.


અને પ્રભુમાંના ઘણાખરા ભાઈઓએ મારાં બધનોથી વિશ્વાસ રાખીને નિર્ભયપણે પ્રભુની સુવાર્તા [વિષે] બોલવાની વિશેષ હિંમત રાખી.


એ પ્રમાણે મારી આકાંક્ષા તથા આશા છે કે, હું કોઈ પણ વાતમાં શરમાઈશ નહિ; પણ પૂરી હિંમતથી, હમેશ મુજબ હમણાં પણ, ગમે તો જીવનથી કે ગમે તો મરણથી, મારા શરીરદ્વારા ખ્રિસ્તના મહિમાની વૃદ્ધિ કરવામાં આવે.


જેથી તમારી પાસે મારા ફરીથી આવવાથી મારા વિષેનો તમારો આનંદ ખ્રિસ્ત ઈસુમાં ઘણો વધી જાય.


પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેયાર્પણ તરીકે રેડાઉં છું, તો હું આનંદ પામું છું, ને તમ સર્વની સાથે પણ હરખાઉં છું.


તમારે માટે મારા પર જે દુ:ખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તનાં સંકટોમાંની જે ન્યૂનતા હોય તે હું, તેમનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી કરું છું.


કેમ કે અમારી આશા કે આનંદ કે અભિમાનનો મુગટ શું છે? શું અપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાને સમયે તેમની સમક્ષ તમે જ એ [મુગટ] નથી?


વળી તમે જાણો છો કે, અમે પહેલાં ફિલિપીમાં દુ:ખ તથા અપમાન સહન કર્યાં, તોપણ ઘણા કષ્ટથી તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.


માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો, તેમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારાં વખાણ કરીએ છીએ.


કારણ કે, તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોનાં હ્રદય ઉત્તેજિત થયાં છે.


મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો,


Lean sinn:

Sanasan


Sanasan