Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અમારો અંગીકાર કરો, અમે કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડયું નથી, કોઈને છેતર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તમારા દિલમાં અમને સ્થાન આપો. અમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી અથવા કોઈનું કંઈ બગાડયું નથી, અથવા કોઈનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અમારો અંગીકાર કરો; અમે કોઈને અન્યાય કર્યો નથી; કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તમારા હૃદય અમારા પ્રતિ ખોલો. અમે કોઈ વ્યક્તિનું કશું ખરાબ નથી કર્યુ. અમે કોઈ પણ વ્યક્તિના વિશ્વાસનો ધ્વંસ નથી કર્યો, અને અમે કોઈ વ્યક્તિને છેતરી નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 7:2
23 Iomraidhean Croise  

અને મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો, ને તેણે યહોવાને કહ્યું, “તમે તેઓના અર્પણને ન ગણકારો. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી, ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી.”


અને જો કોઈ તમારો આવકાર ન કરે, ને તમારી વાતો ન સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો.


‘જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે, ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે.


જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ.


મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્‍ત્રનો લોભ કર્યો નથી.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ, અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે, સાંસારિક જ્ઞાનથી નહિ, પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં, અને વિશેષે કરીને તમારી સાથે પવિત્રાઈથી તથા ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા.


હું ફરીથી કહું છું કે, કોઈએ મને મૂર્ખ ન ધારવો. પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડુંએક અભિમાન કરું.


વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડયા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહિ, કેમ કે, મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી. અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો, અને દૂર રહીશ.


પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.


માટે તમે પૂર્ણ આનંદસહિત પ્રભુમાં તેનો આદરસત્કાર કરો, અને એવાઓને માનયોગ્ય ગણો.


મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક (જેને વિષે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો),


તમો વિશ્વાસીઓની સાથે અમે કેવી રીતે પવિત્રતાથી, નીતિથી તથા નિર્દોષપણાથી વર્તતા હતા, તે વિષે તમે સાક્ષી છો, અને ઈશ્વર પણ [સાક્ષી] છે.


તેને પોતાને, એટલે મારા ખુદ હ્રદય [જેવા] ને મેં તારી પાસે પાછો મોકલ્યો છે.


માટે જો તું મને ભાગીદાર ગણે, તો તું જેમ મારો સ્વીકાર કરે તેમ તેનો સ્વીકાર કરજે.


જો કોઈ તમારી પાસે આવે, અને એ જ બોધ લઈને ન આવે, તો તેને ઘરમાં પેસવા ન દો, ને તેને ક્ષેમકુશળ ન કહો.


Lean sinn:

Sanasan


Sanasan