Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 7:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એથી અમને દિલાસો મળ્યો છે. અને અમારા દિલાસા ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વળી અધિક આનંદ પામ્યા કેમ કે તમો સર્વથી તેનો આત્મા વિસામો પામ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 અમને તો તેથી સાંત્વન મળ્યું છે. વળી, અમને સાંત્વન મળ્યું તે ઉપરાંત તમે બધાએ જે રીતે તિતસને સહાય કરી તેને લીધે તિતસને થયેલા આનંદને કારણે અમને વિશેષ આનંદ થયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આ બધાથી અમે દિલાસો પામ્યા છીએ. તે ઉપરાંત તિતસને થયેલા આનંદથી અમે વધારે આનંદ પામ્યા; કેમ કે તમારા બધાથી તેનો આત્મા તાજગી પામ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 અને તેથી જ અમને દિલાસો મળ્યો. અમને ઘણો જ દિલાસો પ્રાપ્ત થયો અને અમને એ જોઈને ખરેખર વધુ આનંદ થયો. કે તિતસ ઘણો જ આનંદિત હતો. તમે બધાએ એને ખૂબ જ સારી લાગણી કરાવી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 7:13
16 Iomraidhean Croise  

આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો


અને ઈશ્વરની ઈચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું, અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.


જો એક અવયવ દુ:ખી થાય, તો તેની સાથે સર્વ અવયવો દુ:ખી થાય છે; તેમ જ જો [એક] અવયવને માન મળે, તો તેની સાથે સર્વ અવયવો આનંદ પામે છે.


જાગૃત રહો, વિશ્વાસમાં દઢ રહો, પુરુષાતન દેખાડો, બળવાન થાઓ.


કેમ કે તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા છે, માટે એવા માણસોને માન આપો.


તેમ છતાં મારા આત્માને [કંઈ પણ] ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો; માટે તેઓની રજા લઈને હું મકદોનિયા આવ્યો.


અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે, તેઓથી મને ખેદ ન થાય, એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે.


માટે જો મેં તમારે વિષે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય, તો તેથી હું શરમાતો નથી. પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી, તેમ જે અભિમાન અમે તિતસની આગળ કર્યું તે અમારું [અભિમાન] સાચું પડયું.


વળી તમે ભય તથા ધ્રુજારીસહિત તેનો અંગીકાર કર્યો, એ તમારા સર્વના આજ્ઞાંકિતપણાનું તેને સ્મરણ હોવાથી તેની મમતા તમારા પર પુષ્કળ છે.


પણ દીનજનોને દિલાસો આપનાર ઈશ્વરે તિતસના આવ્યાથી અમને દિલાસો આપ્યો.


તમે તેને જોઈને ફરીથી ખુશી થાઓ, અને મારો ખેદ પણ ઓછો થાય, માટે મેં બહુ ઉતાવળે તેને મોકલ્યો.


પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું, અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ.


હા, ભાઈ, તારાથી પ્રભુમાં મને આનંદ થાય; ખ્રિસ્તમાં મારું હ્રદય શાંત કર.


કારણ કે, તારા પ્રેમથી મને ઘણો લાભ થયો છે તથા દિલાસો મળ્યો છે, કેમ કે, ઓ ભાઈ, તારાથી સંતોનાં હ્રદય ઉત્તેજિત થયાં છે.


છેવટે તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રેમ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan