Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 6:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને; જાણે મરતા હોઈએ એવા છતાં. જુઓ, અમે તો જીવતા છીએ. શિક્ષા પામેલાંઓના જેવા છતાં મારી નંખાયેલા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 અજાણ્યા જેવા છતાં અમને બધા ઓળખે છે; મરી રહ્યા હોવા છતાં અમે જીવીએ છીએ; સજા પામ્યા છતાં અમને મારી નાખવામાં આવ્યા નથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અજાણ્યા તોપણ નામાંકિત; મરણ નજીક તોપણ જુઓ જીવંત છીએ; શિક્ષા પામેલાઓના જેવા તોપણ મૃત્યુ પામેલા નહિ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કેટલાએક લોકો અમારાથી અજાણ્યા છે, પરંતુ અમે ખૂબ જાણીતા છીએ. અમે મૃતપ્રાય: દેખાઈએ છીએ, પરંતુ જુઓ! અમે જીવી રહ્યા છીએ. અમને શિક્ષા થઈ છે. પરંતુ માર્યા નથી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 6:9
18 Iomraidhean Croise  

ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.


હમણાં તમે જુઓ છો અને સાંભળો છો કે, જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને, એ પાઉલે, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં ઘણા લોકોનાં મન ફેરવી નાખ્યાં છે.


પણ પોતાના ધર્મ વિષે, તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે, પણ જેને વિષે પાઉલ કહે છે કે જીવતો છે, તે સંબંધી તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા.


તેને વિષે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે આગ્રીપા રાજા, વિશેષ કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે.


એટલે યરુશાલેમથી માંડીને ફરતાં ફરતાં છેક ઈલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે [એ વિષે જ હું બોલીશ].


લખેલું છે, “તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ. કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.”


પણ આપણો ન્યાય કરવામાં આવે છે ત્યારે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા ન થાય.


ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.


કેમ કે મને તો એમ લાગે છે કે હવે ઈશ્વરે સહુથી છેલ્લા અમને પ્રેરિતોને મરણદંડ પામનારાના જેવા આગળ ધર્યા છે, કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ.


પણ જો કે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી. બલકે [તે બાબત] સર્વ પ્રકારે અમે તમારા પ્રત્યે બધાની આગળ પ્રગટ કરી બતાવી છે.


પણ શરમભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાત [પ્રગટ કરવા] માં ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિષે સર્વ માણસોનાં અંત:કરણમાં ખાતરી કરી આપીએ છીએ.


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan