Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો:કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની સાથે શી સંગત હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 વિશ્વાસના વિરોધીઓ સાથે સંબંધની વિષમ ઝૂંસરીએ જોડાઓ નહિ; કારણ, તેમ કરી શકાય જ નહિ. જૂઠ અને સત્ય એકબીજાનાં સાથીદાર શી રીતે બની શકે? પ્રકાશ અને અંધકાર એક્સાથે કેવી રીતે રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો; કેમ કે ન્યાયીપણાને અન્યાયીપણા સાથે શો સંબંધ હોય? અને અજવાળાંને અંધકારની સાથે શી સંગત હોય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જે લોકો અવિશ્વાસી છે તેવા તમે નથી. તેથી તેઓની સોબત ન રાખો. સારા અને નરસાનું સહઅસ્તિત્વ નથી હોતું. પ્રકાશને અંધકાર સાથે સંગત ન હોઈ શકે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 6:14
44 Iomraidhean Croise  

અને યહોવા જે આકાશના તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના હું તને સોગન દૂં છું કે કનાનીઓ, જેઓમાં હું રહું છું, તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની લઈશ નહિ.


અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.


દષ્ટા હનાનીનો પુત્ર યેહૂ યહોશાફાટ રાજાને મળવા આવ્યો, ને તેને કહ્યું, “શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે.


એ બધાએ એવા કોલ આપ્યા, “અમે અમારી સ્ત્રીઓ છોડી દઈશું.” તેમણે પોતાના અપરાધને લીધે ટોળાનો એક મેંઢો [આપ્યો].


પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા.


જે કોઈ તમારાં શાસનો પાળનારા તમારા ભક્તો છે, તે સર્વનો હું સોબતી છું.


જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે.


અને તું તેઓબી દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


ક્રોધી માણસ સાથે મિત્રતા ન કર; અને તામસી માણસની સોબત ન કર;


અન્યાયી માણસ નેકીવાનને કંટાળારૂપ છે; અને નેકીવાન દુષ્ટોને કંટાળારૂપ છે.


તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં [જાનવર] સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્‍તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.


યહૂદાએ વિશ્વાસઘાત કર્યો છે, અને ઈઝરાયલમાં તથા યરુશાલેમમાં ધિક્કારપાત્ર કૃત્ય કરવામાં આવ્યું છે. કેમ કે યહોવાને વહાલા પવિત્રસ્થાનને યહૂદાએ ભ્રષ્ટ કર્યું છે, અને તેણે પારકા દેવની પુત્રી સાથે લગ્ન કર્યું છે.


વળી જેનામાં આત્માનો અંશ હતો, તેણે એ પ્રમાણે કર્યું નથી? તે એક જણે શા માટે એમ કર્યું? તે ધાર્મિક સંતાનની ઈચ્છા રાખતો હતો માટે. એ માટે તમારા મન વિષે સાવધાન રહો, ને કોઈ પણ પોતાની જુવાનીની પત્ની સાથે કપટથી ન વર્તો.


જગત તમારો દ્વેષ કરી નથી શક્તું પણ મારો તો તે દ્વેષ કરે છે. કેમ કે તે વિષે હું એવી સાક્ષી આપું છું કે, તેનાં કામ ભૂંડા છે.


પછી તેઓ છૂટીને પોતાના સાથીઓની પાસે ગયા, અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમને જે કંઈ કહ્યું હતું, તે બધું તેમને કહી સંભળાવ્યું.


તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટદેવતાઓનો પ્યાલો પી શકતા નથી, તેમ જ તમે પ્રભુની મેજની સાથે દુષ્ટદેવતાઓની મેજના ભાગીદાર થઈ શકતા નથી.


ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.


મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો.


પણ ભાઈ ભાઈ પર ફરિયાદ કરે છે; અને તે વળી અવિશ્વાસીઓની આગળ!


સ્‍ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી તે બંધાયેલી છે. પણ જો તેનો પતિ મરી ગયો હોય, તો જેને તે ઇચ્છે તેને પરણવાની તેને છૂટ છે, પણ કેવળ પ્રભુમાં.


કે, જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ, ઈશ્વરનાં નિષ્કલંક છોકરાં, જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જયોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં પ્રકાશો.


ઓ વ્યભિચારિણીઓ, શું તમને માલૂમ નથી કે, જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વૈર છે? માટે જે કોઈ જગતનો મિત્ર થવાની ઇચ્છા રાખે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan