Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 5:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે અમે આ માંડવામાં રહેતાં બોજાને લીધે ખરેખર નિસાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહિ, પણ વેષ્ટિત થવાને ચાહીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 આ પૃથ્વી પરના તંબૂમાં રહેતાં રહેતાં દુ:ખથી દબાઈ ગયા હોઈએ તેમ આપણે નિસાસા નાખીએ છીએ. આપણે આ પૃથ્વી પરના શરીરમાંથી મુક્ત થવા માગીએ છીએ એમ નથી; પણ આપણને સ્વર્ગીય શરીરથી પરિધાન કરવામાં આવે તેવી આશા રાખીએ છીએ; જેથી જે મર્ત્ય છે તે જીવનમાં ગરક થઈ જાય!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે અમે આ માંડવારૂપી શરીરના ભારને લીધે નિસાસા નાખીએ છીએ; તેને ઉતારવા કરતાં સ્વર્ગીય ઘરથી વેષ્ટિત થવા ઇચ્છીએ છીએ એ સારુ કે જીવન મરણમાં ગરકાવ થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જ્યાં સુધી અમે આ માંડવામાં રહીએ છીએ, કષ્ટ અને ફરિયાદો અમારી સાથે રહેવાની. હું એમ નથી કહેતો કે અમારે આ માંડવો દૂર કરવો છે. પરંતુ અમારે સ્વર્ગીય આવાસનાં વસ્ત્રો પરિધાન કરવાં છે, પછી આ મૃત્યાધીન શરીર, જીવનથી આચ્છાદિત થશે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 5:4
8 Iomraidhean Croise  

પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે; અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે:કેમ કે યહોવાનું વચન એવું છે.


ભરવાડોની રાવટીની જેમ મારું રહેઠાણ ઉખેડી નંખાયું છે, ને મારી પાસેથી દૂર કરવામાં આવ્યું છે; મેં વણકરની જેમ મારું જીવન વીંટાળી લીધું છે; તે મને તાણામાંથી કાપી નાખશે; એક દિવસ ને રાત સુધી તમે મને પૂરો કરી નાખશો.


વળી તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની, રાહ જોતાં આપણે પોતના [મન] માં નિસાસા નાખીએ છીએ.


જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,


કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે. તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને, અમે આ માંડવામાં રહેતા ખરેખર નિસાસા નાખીએ છીએ.


જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નગ્ન ન દેખાઈએ.


જ્યાં સુધી હું આ માંડવામાં છું, ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે.


Lean sinn:

Sanasan


Sanasan