Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું, અને સમાધાન [પ્રગટ કરવા] ની સેવા અમને સોંપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 આ બધું ઈશ્વરનું જ કાર્ય છે. તેમણે ખ્રિસ્ત દ્વારા આપણને દુશ્મનમાંથી મિત્રો બનાવ્યા છે, અને બીજાઓને પણ તેમના મિત્રો બનાવવાનું સેવાકાર્ય સોંપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 આ સર્વ ઈશ્વરથી છે, જેમણે ઈસુ ખ્રિસ્તની મારફતે પોતાની સાથે આપણું સમાધાન કરાવ્યું અને તે સમાધાન કરાવવાનું સેવાકાર્ય અમને આપ્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આ બધુંજ દેવ તરફથી દેવ થકી છે. દેવે તેની અને અમારી વચ્ચે સુલેહ કરી છે. અને લોકોને દેવ સાથે સુલેહ કરવાનું કામ દેવે અમને સોંપ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 5:18
29 Iomraidhean Croise  

જે વધામણી લાઔએ છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણથી વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે, “તારો ઈશ્વર રાજ કરે છે, ” તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!


હું હોઠોના ફળો ઉત્પન્ન કરીશ. યહોવા કહે છે કે, દૂરનાને તથા પાસેનાને શાંતિ, શાંતિ; અને હું તેને સાજો કરીશ.


ઇઝરાયલના રસાળ ગોચરણમાંનાં દર બસો ઘેટાંમાંથી એક હલવાન, લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારું ખાદ્યાર્પણને માટે, દહનિયાર્પણને માટે તથા શાંત્યર્પણોને માટે [આપવું] , એમ પ્રભુ યહોવા કહે છે.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


અને જેના રક્તમાંનું પવિત્રસ્થાનમાં પ્રાયશ્ચિત્ત કરવા માટે મુલાકાતમંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય, તેવું કોઈ પાપાર્થાર્પણ ખવાય નહિ; તેને અગ્નિમાં બાળી નાખવું.


વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’


અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ.


કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


યોહાને કહ્યું, “જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય, તો તે કંઈ પામી શકતો નથી.


ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,


કેમ કે તેમનામાંથી, તથા તેમના વડે, તથા તેમને અર્થે, સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. આમીન.


ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ.


પણ ઈશ્વર [ની કૃપા] થી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો ઈશ્વર તરફથી આપણે માટે ન, ન્યાયીપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયા છે.


કેમ કે જેમ સ્‍ત્રી પુરુષની [થઈ] છે, તેમ પુરુષ સ્‍ત્રીની મારફતે; પણ સર્વ પ્રભુથી છે.


કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.


તો આપોલાસ કોણ છે? અને પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓ દ્વારા તમે વિશ્વાસ કર્યો; જેમ દરેકને પ્રભુએ [દાન] આપ્યું તેમ [તેઓએ સેવા કરી].


તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તથા નિર્દોષ [કરીને] તેની રૂબરૂ રજૂ કરે.


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.


અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].


આપણે ઈશ્વર પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણાં પાપનું પ્રાયશ્વિત થવા માટે મોકલ્યા, એમાં પ્રેમ છે.


Lean sinn:

Sanasan


Sanasan