Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ચોતરફથી [અમારા પર] દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 અમને જુદી જુદી રીતે પરેશાન કરવામાં આવ્યા છે, પણ અમે કચડાઈ ગયા નથી. કેટલીકવાર મૂંઝવણમાં મૂક્યા છતાં અમે કદીએ નિરાશ થયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:8
26 Iomraidhean Croise  

મારા નાનપણથી તેઓએ મને બહુ જ દુ:ખ દીધું છે; તોપણ તેઓ મારા પર ફાવ્યા નથી!


યહોવા તેને તેના હાથમાં પડવા દેશે નહિ, તેનો ન્યાય થશે ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ,


યહોવાના ભયમાં દઢ વિશ્વાસ સમાયેલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરૂડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે; ને થાકશે નહિ; તેઓ આગળ ચાલશે, ને નિર્ગત થશે નહિ.”


જો કે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે; જૈતૂનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્ન પાકે નહિ; વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે, ને કોડમાં કંઈ ઢોરઢાંક રહે નહિ:


હું તમને અનાથ નહિ મૂકીશ, હું તમારી પાસે આવીશ.


માણસ સહન ન કરી શકે એવું કંઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ. પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.


એ માટે નિર્બળતામાં, અપમાન [સહન કરવા] , તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં, ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું. કેમ કે જ્યારે હું નિર્બળ છું, ત્યારે હું બળવાન છું.


તમે અમારા [હ્રદય] માં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંત:કરણમાં સંકુચિત થયા છો.


પણ સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ, બહુ જ ધીરજ [રાખીને] , વિપત્તિઓ [વેઠીને] , તંગીઓ [સહીને] , સંકટો [ઉઠાવીને] , ઉજગરા [કરીને] , લાંઘણ [વઠીને] ;


કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચારેબાજુથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી.


પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની ઢબ બદલવાની મને ઇચ્છા થાય છે; કેમ કે તમારે વિષે હું ગૂંચવણમાં પડયો છું.


શમુએલે શાઉલને પૂછ્યું, તેં શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે?” શાઉલે ઉત્તર આપ્યો, “ હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી. એ કારણથી મેં તમને બોલાવ્યા છે, જેથી મારે શું કરવું તે તમે મને કહો.”


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


ત્યારે શાઉલે પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “તારી તરવાર તાણીને મને વીંધી નાખ, રખેને આ બેસુન્‍નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરે.” પણ તેના શસ્‍ત્રવાહકે એમ કરવાની ના પાડી. કેમ કે તે ઘણો બીધો, ત્યારે શાઉલે પોતાની તરવાર લઈને તે પર પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan