Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે અમે [ઉપદેશ કરતાં] પોતાને પ્રગટ કરતા નથી, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું [અમે પ્રગટ કરીએ છીએ.]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, અમે પોતાને નહિ, પણ ખ્રિસ્ત ઈસુને પ્રભુ તરીકે પ્રગટ કરીએ છીએ. અમે તો ખ્રિસ્તને લીધે તમારા સેવકો જ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ, એવું જાહેર કરીએ છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 અમે અમારા વિષે ઉપદેશ નથી આપતા. પરંતુ અમે ઉપદેશ આપીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત તે પ્રભુ છે; અને અમે ઉપદેશ આપીએ છીએ કે ખ્રિસ્ત થકી અમે તમારા સેવકો છીએ.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:5
39 Iomraidhean Croise  

પણ તમે રાબ્બી ન કહેવાઓ; કેમ કે એક જ તમારો ગુરુ છે, ને તમે સર્વ ભાઈઓ છો.


પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.


જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે. તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી.


ઈસુ ખ્રિસ્ત (તે સર્વના પ્રભુ છે) તેમની મારફતે શાંતિની સુવાર્તા પ્રગટ કરતાં [ઈશ્વરે] ઇઝરાયલી લોકોની પાસે જે વાત મોકલી,


એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્‍તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.”


તેમને ઈશ્વરે પોતાને જમણે હાથે રાજા તથા તારનાર થવાને ઊંચા કર્યા છે કે, તે ઇઝરાયલના મનમાં પશ્ચાતાપ [કરાવે] તથા તેઓને પાપની માફી આપે.


પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ, તે તો યહૂદીઓને ઠોકરરૂપ, અને ગ્રીકોને મુર્ખતારૂપ લાગે છે.


તેઓ તારણ પામે માટે જેમ હું પણ સર્વ વાતે સર્વને રાજી રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાનું હિત જોઉં છું, તેમ જ [તમે કરો.]


માટે હું તમને સમજાવું છું કે, ઈશ્વરના આત્મા [ની પ્રેરણા] થી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી. અને, ઈસુ પ્રભુ છે, એમ કોઈ માણસ પવિત્ર આત્મા [ની પ્રેરણા] વગર કહી શકતો નથી.


પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.


કેમ કે ઈસુ ખ્રિસ્ત, અને તે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો.


કેમ કે જો કે ખ્રિસ્તમાં તમને દશ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણા પિતા નથી. કેમ કે સુવાર્તાદ્ધારા ખ્રિસ્ત ઈસુમાં હું તમારો પિતા થયો છું.


તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.


કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારા દ્વારા, મારા તથા સિલ્વાનસ તથા તિમોથી દ્વારા, તમારામાં પ્રગટ કરવામાં આવ્યા, તે હાની હા ને નાની ના નહોતા, પણ તેમનામાં તો હા જ છે.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


કેમ કે, ભાઈઓ, તમને તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવાને બોલાવેલા હતા, માત્ર એટલું જ કે તે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.


કેટલાક તો અદેખાઈ તથા વિરોધથી, અને કેટલાક સદભાવથી ખ્રિસ્ત [ની સુવાર્તા] પ્રગટ કરે છે.


અને ઈશ્વર પિતાના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે.


તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું કે, જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે [તારણ] તેઓ અનંત મહિમાસહિત પામે.


તેઓનાં મોં બંધ કરવાં જોઈએ. તેઓ નીચ લાભને માટે જે ઘટિત નથી તે શીખવીને આખાં કટુંબોને ઊંધાં વાળે છે.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan