Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 આ દુનિયાના દેવે તેમનાં મન અંધકારમાં રાખેલાં હોવાથી તેઓ વિશ્વાસ કરી શક્તા નથી. તેથી ખ્રિસ્ત, જે ઈશ્વરનું આબેહૂબ પ્રતિરૂપ છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભસંદેશની મારફતે આવે છે, અને નાશમાં જઈ રહેલાઓ એ પ્રકાશ જુએ નહિ, તે માટે દુષ્ટ તેમને દૂર રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાનાં અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 આ જગત (શેતાન) ના શાસકે જેઓ વિશ્વાસુ નથી તેઓનાં માનસને અંધ કરી દીધાં છે. તેઓ સુવાર્તાના પ્રકાશ (સત્ય) ને જોઈ શકતા નથી; એ સુવાર્તા જે ખ્રિસ્તના મહિમા વિષે છે. ખ્રિસ્ત એ એક છે, જે આબેહૂબ દેવ સમાન છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:4
42 Iomraidhean Croise  

યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’


સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હજી થોડીવાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે, ત્યાં સુધી ચાલો, રખેને તમારા પર અંધકાર આવી પડે. અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે તે જાણતો નથી.


“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”


વળી જે મને જુએ છે, તે જેમણે મને મોકલ્યો છે તેમને જુએ છે.


હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહિ કેમ કે આ જગતનો અધિકારી આવે છે, અને મારામાં તેનું કંઈ નથી.


જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે ન કર્યાં હોત, તો તેઓને પાપ ન લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે.


ન્યાય ચૂકવવા વિષે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય‍ ચૂકવવામાં આવ્‍યો છે.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


એટલે કે ખ્રિસ્ત [મરણ] વેદના સહન કરે, અને તે પ્રથમ મૂએલાંમાંથી પાછા ઊઠ્યાથી લોકોને તથા વિદેશીઓને પ્રકાશ આપે.”


ના, પણ [હું કહુ છું કે,] વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ પણ દુષ્ટદેવતાઓને આપે છે અને તમે દુષ્ટદેવતાનો સંગ કરો, એવી મારી ઇચ્છા નથી.


કે, જેથી શેતાન આપણા પર જરાયે ફાવી ન જાય; કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી.


હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.


કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું [હતું] , તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે!


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


કેમ કે જે ઈશ્વરે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ફરમાવ્યું, તેમણે આપણાં હ્રદયમાં પ્રકાશ પાડ્યો છે કે, જેથી તે ઈસુ ખ્રિસ્તના મોં પર ઈશ્વરનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે.


તેમણે આપણાં પાપને માટે પોતાનું સ્વાપર્ણ કર્યું એ માટે કે આપણા ઈશ્વર તથા પિતાની ઇચ્છા પ્રમાણે, તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે.


તે [અપરાધો] માં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે, તે પ્રમાણે પહેલાં ચાલતાં.


કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક [લશ્કરો] ની સામે છે.


પોતે ઈશ્વરના રૂપમાં છતાં, તેમણે ઈશ્વર સમાન હોવાનું પકડી રાખવાને ઇચ્છયું નહિ.


તે અદશ્ય ઈશ્વરની પ્રતિમા, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત છે;


વિદેશીઓમાં તે મર્મના મહિમાની સંપત શી છે, તે તેઓને જણાવવા ઈશ્વરે ચાહ્યું. તે [મર્મ] એ છે કે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે.


સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.


અને ધન્ય આશાપ્રાપ્તિની [ઘડીની] , અને મહાન ઈશ્વર તથા આપણા તારનાર ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની રાહ જોવી.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


કેમ કે જેઓ એક વાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા,


વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત, એટલે ભવિષ્યવચન છે. તેને અંધારે સ્થાને પ્રકાશ કરનાર દીવા જેવાં જાણીને જ્યાં સુધી વહેલી પ્રભાત થાય ને સવારનો તારો તમારાં અંત:કરણોમાં ઊગે, ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું.


પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે, અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે.


વળી નવી આજ્ઞા જે તેમનામાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું, કેમ કે અંધકાર જતો રહે છે, અને ખરો પ્રકાશ હમણાં પ્રકાશે છે.


આપણે ઈશ્વરના છીએ, અને આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે, એવું આપણે જાણીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan