Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




2 કરિંથીઓ 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય, તો તે નાશ પામનારાઓને માટે ઢંકાયેલી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 કારણ, જે શુભસંદેશ અમે પ્રગટ કરીએ છીએ, તે જો છુપાયેલો હોય, તો તે માત્ર નાશમાં જઈ રહેલાઓ માટે જ છુપાયેલો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સુવાર્તા જે અમે પ્રગટ કરીએ છીએ તે કદાચ ગૂઢ હોઈ શકે. પરંતુ જે લોકો ભટકી ગયા છે તેમને માટે જ તે ગૂઢ છે.

Faic an caibideil Dèan lethbhreac




2 કરિંથીઓ 4:3
11 Iomraidhean Croise  

તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.


ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે માણસોનાં ગુપ્ત કામોનો ન્યાય ચૂકવશે, તે દિવસે [એમ થશે].


કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા [જેવી લાગે] છે; પણ અમો તારણ પામનારાઓને તો તે ઈશ્વરનું સામર્થ્ય છે


પણ જેઓ પુખ્ત છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ. પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાના નાશ પામનાર અધિકારીઓનું [જ્ઞાન] પણ નહિ;


હવે ખ્રિસ્તની સુવાર્તા [પ્રગટ કરવા] માટે હું ત્રોઆસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉઘાડવામાં આવ્યું.


પણ તેઓનાં મન કઠણ થયાં, કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમ ને એમ રહે છે. પણ તે [મુખપટ] તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.


તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય [તેઓ પર] ન થાય.


કેમ કે અમારી સુવાર્તા માત્ર શબ્દથી નહિ, પણ સામર્થ્યથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી. એમ જ અમે તમારી ખાતર તમારી સાથે રહીને કેવી રીતે વર્ત્યા, એ તમે જાણો છો


સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.


Lean sinn:

Sanasan


Sanasan